મતદાન:ધાનેરા તાલુકાની 22 પંચાયતોનું 5 વાગ્યા સુધી 71.49 ટકા મતદાન

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાખા, થાવર, જડિયા, ખીમત ગામે મતદાન પૂરું ન થતા ટોકન અપાયા

ધાનેરા તાલુકાની 22 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સવારથી જ લોકો મતદાન કરવાના ઉત્સાહ સાથે કતારમાં જોવા મળ્યા હતા. પરંતુ 1000 ઉપરના બુથમાં મતદાન કુટિર એકજ હોવાથી લોકોને મતદાન કરવામાં વધારે સમય લાગતો હોવાથી સાંજ સુધી કેટલાક ગામોમાં મતદારોની કતારો જોવા મળી હતી.ધાખા, થાવર, જડિયા, ખીમત વગેરે ગામોમાં મોડે સુધી મતદાન ચાલુ રાખવાની ફરજ પડી હતી.

6 વાગ્યા પછી આ ગામના મતદાન મથક ખાતે જે મતદારો કતારમાં હતા તેવા લોકો સિવાયના લોકોને બહાર કાઢીને દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને મોડે સુધી મતદાન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ અંગે ધાનેરા મામલતદાર મહેશ ગોસ્વામીએ જણાવેલ કે ધાનેરા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલ માં મતદાન પૂરું થયેલ છે. મતગણતરી આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજવામાં આવનાર છે.

વાવની 23 પંચાયતોમાં 86.29 ટકા મતદાન
વાવ: વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. પંચાયતોમાં કુલ 52991 મતદારોમાં 5 વાગ્યા સુધી 44253 મતદારોએ મતદાન કર્યું હતું 6 વાગ્યા સુધી 86.23 ટકા મતદાન થયું હતું વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયતોની મતગણતરી મોડલ સ્કૂલ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...