તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇ-ખાતમુર્હૂત:ધાનેરાના 3.91 લાખ લોકોને પીવાનું પાણી મળશે

ધાનેરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધાનેરામાં 241 કરોડની યોજનાનુ ઇ ખાતમુર્હૂત કરાયું હતુ. - Divya Bhaskar
ધાનેરામાં 241 કરોડની યોજનાનુ ઇ ખાતમુર્હૂત કરાયું હતુ.
 • મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂ.241.34 કરોડના પ્રોજેક્ટનુ ઇ ખાત મુહૂર્ત કરાયું આવનારા સમયમાં બનાસકાંઠામાં અન્ય બે પાણીની યોજનાના ખાતમુહૂર્ત કરાશે

ધાનેરા વિસ્તારની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા રૂ. 241.34 કરોડના ખર્ચે સીપુ જૂથ યોજનામાં નર્મદાના નીર ઠાલવવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રવિવારે ધાનેરા મુકામે કે. આર. આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું ઇ લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું હતુ.

ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના 119 ગામો અને ધાનેરા શહેર માટે નર્મદા મુખ્ય નહેરમાંથી ભાપી ઓફટેક આધારિત સીપુ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત ફેઝ- 1, ફેઝ- 2 અને ફેઝ -3 હેઠળના કામોના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ. જેનાથી આ વિસ્તારની કુલ-3,91,000 વસ્તીને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળશે. ફેઝ -1 માટે રૂ. 113.99 કરોડ અને ફેઝ -2 માટે રૂ. 66.97 કરોડ તથા ફેઝ- 3 માટે રૂ. 54.70 કરોડ મળી કુલ રૂ. 235.66 કરોડ રાજય સરકાર દ્વારા ફાળવ્યા છે.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના 48 ફળીયાઓ માટે રૂ. 5.68 કરોડના ખર્ચે સીપુ જુથ અતર્ગત ફળીયા કનેક્ટીવીટીના કામોનું પણ ખાતમુર્હૂત કરાયું. સરકાર દ્વારા કુલ રૂ. 241.34 કરોડ રૂપિયાના ખર્ચે પાણીના કામો કરવામાં આવનાર છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, અગાઉ સરકારે પાણી બાબતે ધ્યાન આપ્યું નથી. પરંતુ અમારી સરકાર દ્વારા પાણી બાબતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. હવે ટેન્કર રાજ ખતમ થશે.તેમજ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી દ્વારા માંડવી ખાતે ભારતનો પ્રથમ ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવવા માટેના પ્લાન્ટનુ પણ ખાત મૂહુર્ત કરવામાં આવનાર છે.

બનાસકાંઠા જિલ્લાના 31 ગામો માટે રૂપિયા રૂ. 1.83 કરોડના ખર્ચે ખાતમુર્હૂત થઈ રહ્યું છે. આ કામો પૂર્ણ થયેથી જુદા જુદા નવ તાલુકાના 31 ગામોની કુલ- 65,359 વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે તથા બનાસકાંઠા જિલ્લાના 78 ગામો માટે રૂ.2.89 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ યોજનાના લોકર્પણ કરાશે. જેનાથી જિલ્લાના તમામ 14 તાલુકાના 78 ગામોની 2,38,046 વસ્તીને પીવાના પાણીનો લાભ ઘર આંગણે નળ કનેકશન મારફતે મળશે.

આ પ્રસંગેસાંસદ પરબતભાઇ પટેલ, ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, ડીસા ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા, કિર્તિસિહ વાઘેલા, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, મફતલાલ પુરોહિત, પાણી પુરવઠાના સચિવ ધનંજય ત્રિવેદી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસના કાર્યકરોને નજરકેદ કરાયા ધાનેરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ ન થાય તે માટે પોલીસ દ્વારા વહેલી સવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ બળવંતભાઈ બારોટ, ઈશ્વરભાઈ ચૌધરી, જયેશભાઇ સોલંકી, વિરમાભાઈ કાગ સહિત 10 જેટલા ના ઘરે પહોંચી તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થતાં આ તમામને છોડી મુકવામાં આવ્યા હતા.

12 બ્લોક બનાવી બેઠક વ્યવસ્થા ગોઠવાઇ
કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે કોરોનાની ગાઇડલાઇન સાથે 12 જેટલાં બ્લોક બનાવી એક બ્લોકમાં 45 થી 50 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોરોના ટેસ્ટીંગનું સેન્ટર ઉભું કરી 15 જેટલી આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી હતી. અને સોશિયલ ડિસ્ટન્સ સાથે 400 જેટલા લોકો પણ હાજર રહ્યા હતા.

ધાનેરાના વિકાસ અંગે કશુ ન બોલ્યા
મુખ્યમંત્રીએ ધાનેરા તાલુકા માટે પાણીની યોજનાનું ખાત મૂહુર્ત કર્યુ હતુ. જોકે, ધાનેરા શહેરના વિકાસ અંગે કશુ બોલ્યા ન હતા. વર્તમાન સમયે ધાનેરાના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો