રાજકારણમાં હડકંપ:ધાનેરા પાલિકાના 25 સભ્યોને ગાંધીનગરનું તેડુ,7 ઓક્ટોબરે હાજર રહેવા ફરમાન

ધાનેરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિસીપાલિટી કમિશ્નરે 25 સભ્યોને ભ્રષ્ટાચારના 13 મુદ્દા બાબતે નોટિસ ફટકારી

ધાનેરા નગરપાલિકાના 25 સભ્યોને ગાંધીનગરનું તેડુ આવ્યું છે. 7ઓક્ટોબરે પાલિકાના તમામ સભ્યોને હાજર રહેવા મ્યુનિસીપાલિટી કમિશ્નરએ ફરમાન કરતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે.પાલિકામાં નવિન બોડીમાં ભાજપના 10 અને કોગ્રેસના 18 સભ્યો ચૂંટાઇ આવ્યા હોવાથી પાલિકાના પ્રમુખ તરીકે કોગ્રેસના બળવંતભાઇ બારોટ બેઠા હતા પરંતુ ભાજપ દ્વારા થોડાક મહિના પછી કોંગ્રેસના સભ્યોએ ભ્રષ્ટાચાર આદર્યો હોવા બાબતે સરકારમાં રજુઆતો કરવામાં આવતા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી કોંગ્રેસના સભ્યો હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને હાઇકોર્ટ આ ઠરાવમાં જે સભ્યોની સહી કરવામાં આવેલ છે તે તમામની તપાસ કરી તમામ સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર ને જણાવતા મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશન ના કમિશ્નરે પાલિકાના 25 સભ્યોને ભ્રષ્ટાચારના 13 મુદ્દાઓ બાબતે નોટિસ ફટકારીને તેમને 7 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યુ છે. અને તેમાં જણાવેલ છે કે 13 મુદ્દાઓ જોતા પ્રાથમિક દ્રષ્ટીએ ફલીત થાય છે કે સભ્યોએ પોતાની ફરજો બજાવવામાં ગંભીર પ્રકારની ગેરરીતીઓ આચરેલ હોઇ તેમની સામે ગુજરત નગર પાલિકા અધિનિયમન 1963ની કલમ-37 હેઠળ પગલાં કેમ ન લેવા તે બાબતે હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવેલ છે અને જો હાજર નહી રહે તો તેમની સામે કાર્યવાહી કરવામાં પણ આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...