તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધાનેરા પાલિકામાં વિકાસના કામોમાં ગેરરીતિ મામલે કોંગ્રેસના પ્રમુખ- ઉપપ્રમુખ સહિત 15 સભ્યો સસ્પેન્ડ

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા

ધાનેરા પાલિકામા વિકાસના કામોમાં ગેરરીતી ના મુદ્દે મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં ભાજપના 11 સભ્યોએ રજુઆત કરતાં આ કેસ ચાલી જતાં 15 કોગ્રેસના પ્રમુખ- ઉપપ્રમુખ સહીત સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ધાનેરા નગરપાલિકામાં 28 બેઠકો છે. જેમાં ભાજપના 10 અને કોગ્રેસના 18 સભ્યો વિજયી થયા હતા.

પાલિકાના ભાજપના 11 સભ્યોએ પાલિકામાં સ્વભંડોળમાંથી તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી મંજુર કરેલ કામોમાં ગેરરીતીઓ અને અનિયમિતતા આચરવામાં આવેલ હોવા બાબતે ગુજરાત મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં લેખીત અરજી કરવામાં આવેલ અને તે બાબતે મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નર દ્વારા તા. 6 ઓગસ્ટ 2020 ના રોજ આ તમામ સભ્યોને કારણદર્શક નોટીસ પણ પાઠવવામાં આવી હતી અને આ કેસ મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં ચાલી જતાં કોગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

પરંતુ કોંગ્રેસના સભ્યો હાઇકોર્ટ માં જતા આ હુકમ ને રદ કરી ફરી સાંભળવા માટે જણાવતા ફરી થી આ કેસ ચાલુ થયો હતો અને ચાર મહિના પછી ફરીથી કોંગ્રેશના સભ્યોને શુક્રવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આ ઠરાવમાં સહી કરનાર ભાજપના સભ્યો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

આજે પ્રમુખની ચૂંટણી યોજાશે કે કેમ
ધાનેરા નગરપાલિકા માં ભાજપના 12 અને કોંગ્રેસના 15 સભ્યો હતા ત્યારે પ્રમુખની આજે ચૂંટણી યોજાવાની હતી તો 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ ચૂંટણી યોજાશે કે કેમ તે બાબતે અવઢવ ચાલી રહી છે.

ચૂંટણી રાબેતા મુજબ જ યોજાશે
પ્રાન્ત અધિકારી અને ચૂંટણી અધિકારી વાય.પી.ઠકકરે જણાવ્યું કે
ધાનેરા નગરપાલિકા ની ચૂંટણી જે કાર્યક્રમ છે તે મુજબ યોજાનાર છે મને મોડી રાત સુધી કોઈ સસ્પેન્ડ કર્યાના હુકમ ની બજવણી થયેલ નથી અને જો ચૂંટણી ના સમય પહેલા બજવણી થશે તો કાયદાને ધ્યાને રાખીને ચૂંટણી કરવામાં આવશે. જો સસ્પેન્ડ કરેલ નો હુકમ હશે તો તેમને ભાગ લેવા દેવામાં આવશે કે કેમ તે બાબતે કાયદાની જે જોગવાઈ હશે તે પ્રમાણે પ્રક્રિયા કરાશે.

અન્ય સમાચારો પણ છે...