તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ધાનેરા તાલુકાના 12 ઇંટવાડા માલિકોને રૂ.11 લાખનો દંડ છતાં 6 માસથી રીકવરી થઈ નથી

ધાનેરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામડાઓમાં સરપંચ અને તલાટીની મીલીભગતથી ઇંટવાડાઓ ચાલતા હોવાના આક્ષેપો

ધાનેરા તાલુકામાં ઇંટવાડાઓ બાબતે અનેક ફરીયાદો થતાં તાલુકા વિકાસ અધિકારી રધુભાઇ ચૌધરીએ ભુસ્તર વિભાગની ટીમને સાથે રાખીને છ માસ અગાઉ આસિયા, થાવર, જડીયા, જાડી, માલોત્રા તેમજ વાછડાલ ગામોમાં ચાલતા 13 લોકોના ઇંટવાડાઓ ઉપર તપાસ હાથ ધરી હતી.

જેમાં જડીયા સિવાયના 12 જેટલા ઇંટવાડા માલિકોને 10,99,376 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.પરંતુ ચારેક મહિના થવા છતાં એકપણ ઇંટવાડાવાળાએ એકપણ રૂપિયો ભર્યા વગર બારોબાર ઇંટ વેચી મારવા છતાં ખાણ ખનીજ કે તાલુકા પંચાયત દ્વારા કોઇ જ કાર્યવાહી કેમ કરાતી નથી તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

તેમજ 2013માં પણ આ લોકોને સામે ઇંટો પાડવા બદલ દંડ આપેેલ તે પણ હજુ સુધી બાકી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા લોકો હવે તો સીધા તંત્ર તેમજ સરપંચ અને તલાટી ઉપર તેમની પાસેથી લેતી દેતીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

આ લોકોને દંડ ફટકાર્યો હતો

 • મહમદભાઇ કાળુભાઇ શેખ (જાડી), રૂ.88,830
 • હનિફભાઇ હુસેનભાઇ શેખ (જાડી), રૂ.1,11,138
 • રસુલભાઇ વલીભાઇ શેખ (જાડી), રૂ.33,312
 • આમિનભાઇ રહીમભાઇ શેખ (જાડી), રૂ.48,117
 • ઇદ્રેશભાઇ કરીમભાઇ શેખ (જાડી), રૂ.59,220
 • મહમદભાઇ ગફુરભાઇ શેખ (જાડી), રૂ.48,117
 • આમીનભાઇ રહીમભાઇ શેખ (જાડી), રૂ.48,117
 • અહમદભાઇ વલીભાઇ શેખ (જાડી), રૂ.2,81,295
 • હાનિનભાઇ સત્તારભાઇ શેખ (જાડી), રૂ.48,117
 • વલીમહમદ નુરમહમદ મુસ્લા (માલોત્રા), રૂ.14,805
 • રસીકભાઇ કરીમભાઇ કુંભાર (આસિયા), રૂ.51,818
 • અલ્કેશભાઇ અંબાલાલ પ્રજાપતિ (વાછડાલ), રૂ.2,66,490

2013માં આમની સામે કાર્યવાહી

 • આમીનભાઇ રહીમ શેખ, 50 હજાર ઇંટ
 • રસુલભાઇ વલીભાઇ, 65 હજાર ઇંટ
 • હનીફભાઇ હુસેનભાઇ, 60 હજાર ઇંટ
 • અલાઉદીન લાડકજી, 70 હજાર ઇંટ
 • સ્તારભાઇ વલીભાઇ, 50 હજાર ઇંટ
 • મહમદભાઇ ગફુરભાઇ, 65 હજાર ઇંટ
 • ઇદ્રેશભાઇ કરીમભાઇ, 50 હજાર ઇંટ
 • રફીકભાઇ, 55 હજાર ઇંટ

તમામ તલાટીઓને નોટીસ આપી છે
તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે ખાણ ખનીજ દ્વારા જે દંડ આપેેલ તે દંડની તપાસ માટે જેતે ગામના તલાટીઓને આ દંડની ચકાસણી કરવા અને જો દંડ ન ભરવામાં આવ્યો હોય તો તેમની સામે કાર્યવાહી કરવા માટે લેખીતમાં જાણ કરી છે અને તે તપાસ કર્યા પછી તેમના રીપોર્ટના આધારે આ લોકો સામે કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...