તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:બરવાળામાં ભત્રીજાની હત્યા કરનારા બે સગા કાકા અને પિતરાઇને આજીવન કેદ

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આજીવનકેદની સજા પામેલા હત્યારાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આજીવનકેદની સજા પામેલા હત્યારાની ફાઈલ તસવીર
  • દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ત્રણેયને રૂ. 5 હજારનો પણ દંડ ફટકાર્યો
  • અગાઉના વિવાદ બાબતે સમાધાન કરવા માટે ખેતરમાં બોલાવી હત્યા કરી હતી

ભાભર તાલુકાના બરવાળા ગામે આઠ વર્ષ અગાઉ ભત્રીજાને સમાધાન માટે બોલાવી બે સગા કાકા અને ભાઈ દ્વારા લાકડી, ધોકા વડે હુમલો કરી ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ખાતે શનિવારે ચાલી જતાં તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ત્રણેય આરોપીને આજીવન કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

ભાભર ગામે રહેતા કાનજીભાઈ શંકરભાઈ માળીના દિકરા મહેશને તારીખ 9 સપ્ટેમ્બર-2013 ના રોજ કાનજીભાઈ માળીના ભાઈઓ ગજાભાઈ શંકરભાઈ માળી, રતનસિંહ શંકરભાઈ માળી અને ભત્રીજા અમૃતભાઈ રતનસિંહભાઈ માળી દ્વારા અગાઉના વિવાદ બાબતે સમાધાન કરવા માટે તેમના ખેતર ભાભર તાલુકાના બરવાળા ગામે બોલાવી કાવતરું કરી ધોકા, લાકડીઓ વડે હુમલો કરી મહેશભાઈ કાનજીભાઈ માળીનું ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું.

આ અંગે મૃતકના પિતા કાનજીભાઈ શંકરભાઈ માળીએ આ અંગે ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો નોંધાવ્યો હતો. જે અંગેનો કેસ નંબર 137/2015 દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં શનિવારે ચાલી જતા સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા ફરજ પરના ન્યાયાધીશ કે.એસ.હિરપરા દ્વારા ત્રણેય આરોપીઓને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડ ફટકારતા દિયોદર કોર્ટ સંકુલમાં સોંપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...