તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુવાતા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. ભુજ આરઆરસેલના પોલીસ સ્ટાફે સોમવારે વહેલી સવારે તાલુકાના રાંટીલા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે વોચ ગોઠવતા કાર નંબર પ્લેટ વગરની આવતા પોલીસ સ્ટાફ દ્વારા રોકવાનો પ્રયત્ન કરતા ચાલક દ્વારા પુરઝડપે કાર હંકારી દેતા પોલીસ સ્ટાફ દ્વારા કારનો પીછો કરી કુવાતા પાસેથી ઝડપી લીધી હતી.
જેમાં કારમાંથી ે વિદેશી દારૂ બોટલ નંગ-1070 કિંમત 1,25,600, મોબાઇલ નંગ-3 કિંમત 3000 તેમજ કાર કિંમત બે લાખ મળી કુલ રૂ.3,28,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં કારચાલક અનિલકુમાર ભગીરથરામ વિશ્નોઈ (રહે.મીરધર, તા.ચિતલવાના, જિલ્લો-જાલોર-રાજસ્થાન), શિવરતન ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. પીપાડસીટી, જોધપુર-રાજસ્થાન) ને ઝડપી લઇ તેમજ દારૂ ભરાવનાર વિક્રમ રાજપૂત (રહે.સાંગડવા-રાજસ્થાન) સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.વી.આહીર ચલાવી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.