તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:દિયોદર કોર્ટમાં મહિલા સહિત ત્રણ પટાવાળા, કોર્ટ આસિસ્ટન્ટ સહિત જિલ્લામાં 11 સંક્રમિત

પાલનપુર દિયોદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 75, પાટણમાં 55 કેસ

બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે નવા 11 કેસો આવ્યા હતા જેમાં દિયોદરમાં વધુ 4 નવા સંક્રમિત સામે આવ્યા છે. દિયોદર કોર્ટ સંકુલમાં બે દિવસ અગાઉ કોર્ટના જજ પોઝિટિવ આવ્યા બાદ કોર્ટ સ્ટાફનો દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રિપોર્ટ અંગે સેમ્પલ લેવામાં આવ્યા હતા જે અંતર્ગત ગુરુવારે એક પ્રાઇવેટ વકીલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શુક્રવારે દિયોદર કોર્ટ સંકુલના એક મહિલા સહિત ત્રણ પટાવાળા તેમજ એક કોર્ટ આસિસ્ટન્ટ કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેશનમાં રાખ્યા છે.તો બીજી તરફ પાલનપુરમાં વધુ 6 કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે.

અને વડગામમાં 1 કોરોનાનો કેસ સામે આવ્યો છે. આ સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા 75 પર પહોંચી ગઇ છે. શુક્રવારે જે 11 નવા કેસો આવ્યા છે તેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં શુક્રવાર ચાણસ્મા તાલુકામાં 19 કેસ, પાટણ તાલુકામાં 15 કેસ, હારિજ તાલુકામાં 5, સમી તાલુકામાં 6, સિદ્ધપુર તાલુકામાં 6, રાધનપુરમાં ત્રણ અને શંખેશ્વરમાં એક મળી કુલ 55 કેસ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો