હુમલો:દિયોદરના જાડા ગામે ઘરની બહાર ઉભેલ શખ્સોને પૂછતાં હુમલો કર્યો

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ત્રણ શખ્સો વરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

દિયોદરના જાડા ગામે શનિવારે વહેલી સવારે એક ઘરની આગળ ત્રણ શખ્સો ઉભા હતા ત્યારે ઘરના માલિકએ શખ્સોને પૂછતાં તમે કેમ અહીંયા ઉભા છો ત્યારે હુમલો કરતા ઘરના માલિકે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી.દિયોદર તાલુકાના જાડા ગામના પ્રવિણભાઈ ઠાકોર શનિવારે વહેલી સવારે જાગીને ઘરની બહાર નીકળતા તેમની ઘરની સામે ત્રણ શખ્સો ઉભા હતા ત્યારે પ્રવીણભાઈએ તેમનું નામ પૂછતાં દશરથજી ઠાકોર, વિષ્ણુભાઈ ઠાકોર અને હરેશભાઈ ઠાકોર જણાવ્યું હતું.

ત્યારે પ્રવિણભાઈ એ કહ્યું તમે કેમ અહીંયા મારા ઘરે આવેલ છો ત્યારે વિષ્ણુભાઈ ઠાકોર કહેવા લાગ્યો કે તું મને કહેવા વાળો કોણ છે તેમ કહેતા પ્રવીણભાઈ એ કહ્યું કે તમે મારા ઘરની આગળ ઉભા છો માટે પૂછ્યું ત્યારે ત્રણેય જણ અપશબ્દો બોલવા લાગ્યા જેથી પ્રવિણભાઈએ અપશબ્દો બોલવાની ના કહેતા ત્રણેયએ પ્રવિણભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા જેથી બુમાબૂમ થતા પ્રવિણભાઈની પત્ની અને તેમના કાકા વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા

ત્યારબાદ ત્રણેયને સમજાવી રવાના કર્યા હતા ત્યારે ત્રણેય જણ જતા જતા જાનથી મારી નખીશું તેવી ધમકી આપતા પ્રવિણભાઈ હરજીભાઈ ઠાકોરએ દિયોદર પોલીસ મથકે દશરથજી રમેશજી ઠાકોર (રહે.તેરવાડા, કાંકરેજ), વિષ્ણુભાઈ મોબતાજી ઠાકોર અને હરેશભાઈ મોબતાજી ઠાકોર(બંને રહે.મીઠા, તા.ભાભર) સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...