તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:કોતરવાડા નજીક સાયફન લીકેજ થતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યાં

દિયોદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોતરવાડા આજુબાજુના 20 ગામોના ખેડૂતો કેનાલ પર દોડી આવ્યા

દિયોદર તાલુકાના કોતરવાડા પાસે સાયફન ચાર-પાંચ દિવસથી લીકેજ થતાં મુખ્ય કેનાલમાંથી પાણી વહી જતાં 20 ગામોના ખેડૂતો મોટું ગાબડું પડે તો નુકસાનની ભીતિને લઇ શનિવારે કેનાલ ઉપર દોડી આવ્યા હતા અને અધિકારીઓને બોલાવી ચર્ચા કરી પાણી બંધ કરાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની માઇનોર કેનાલમાં ગાબડું પાડવાનો સિલસિલો યથાવત છે. જેમાં દિયોદર તાલુકાના કોતરવાડા પાસે સાયફન ચાર-પાંચ દિવસથી લીકેજ થતાં મુખ્ય કેનાલમાંથી પાણી વહી જતા શનિવારે કોતરવાડા આજુબાજુના 20 ગામોના ખેડૂતો કેનાલ પર દોડી આવ્યા હતા. જેમાં મુખ્ય કેનાલમાં ગાબડું પડવાની સંભાવના જોવા મળતા ખેડૂતોએ તાત્કાલિક કેનાલના જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરતા અધિકારીઓ એસ.આર.પી. જવાનો સાથે કોતરવાડા પાસે કેનાલ પર દોડી આવ્યા હતા.

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ મુખ્ય કેનાલ છે અને સાયફન પાસે ગાબડું પડતા મુખ્ય કેનાલમાંથી પાણી વહી રહ્યું છે. જો કે મુખ્ય કેનાલમાં ગાબડું પડે તો આજુબાજુ 20 જેટલા ગામોના ખેતરોમાં પાણી ફરી વળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે જવાબદાર અધિકારીની ટીમ દ્વારા મુખ્ય કેનાલમાં પાણી બંધ કરી આગળની તજવીજ હાથ ધરાઈ છે.મુખ્ય કેનાલમાં ગાબડું પડવાની દહેશત વચ્ચે મોટાભાગના ખેડૂતો કેનાલ પર દોડી આવ્યા હતા અને દિવાળીનો તહેવાર દહેશત વચ્ચે કેનાલ પર જ વિતાવ્યો હતો. જો કે મોડા સમય સુધી ગાબડામાંથી હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા.જેથી ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો