તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વખા ગામેથી એક મહિના પહેલા ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો

દિયોદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • કેનાલમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર,વધુ તપાસ અર્થે અમદાવાદ પીએમ અર્થે મોકલાવ્યો

દિયોદર તાલુકાના વખા ગામે એક મહિના પહેલા ગુમ થયેલ યુવકની લાશ મેસરા નર્મદા મુખ્ય કેનાલમાંથી મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જે અંગે પોલીસે કેનાલમાંથી લાશને બહાર કાઢી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદરના વખા ગામે રહેતો સંજય ઉર્ફે હકાજી કેસાજી ઠાકોર (ઉ.વ.અંદાજે-18) એક મહિના પહેલા શોચક્રિયા જવાનું કહી ઘરેથી નીકળી વખા ગામે નાગણેશ્વરી તળાવ તરફ ગયો હતો.

જે મોડા સમય સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. જો કે એક મહિના બાદ સંજય ઉર્ફે હકાજી ઠાકોરનો મૃતદેહ મેસરા નર્મદા કેનાલમાંથી મળતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ પરિવાર અને પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી જઇ તરવૈયાની મદદ લઇ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેમાં મંગળવારે અમદાવાદ ખાતે મૃતકની લાશના હાડપિંજરને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. જો કે એકાએક ગુમ થયેલ યુવકની લાશ કેનાલમાંથી મળતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા. પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો