કૃષિ બિલ:દિયોદર,પાંથાવાડા સિવાય જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં હરાજી ચાલુ રહી

દિયોદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રના કૃષિ વિધેયક બિલના વિરોધમાં દિયોદર-પાંથાવાડા યાર્ડનું બંધને સમર્થન

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ રજૂ કરાતા શુક્રવારે વિરોધના બંધને સમર્થન અપાતા દિયોદર-પાંથાવાડા માર્કેટયાર્ડમાં હરાજી કામકાજ સંપૂર્ણ બંધ રહ્યું હતું. અંદાજે 9 લાખનું ટર્નઓવર ઠપ્પ થયું હતું.જ્યારે જિલ્લાના મોટમોટા માર્કેટયાર્ડોએ હરાજી ચાલુ રાખી હતી.કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન સમયે થોડાક દિવસ અગાઉ કૃષિ બિલ રજૂ કરાતા જે અંગેનો શુક્રવારે દિયોદર માર્કેટયાર્ડના વેપારી દ્વારા વિરોધ કરાતા બંધને સમર્થન અપાતા દિયોદર માર્કેટયાર્ડમાં હરાજી કામકાજ સંપૂર્ણ બંધ રહ્યું હતું. ત્યારે દિયોદર માર્કેટયાર્ડ ખાતે વર્તમાન સમયે 500 બોરીની આવક રહે છે ત્યારે અંદાજે પાંચ થી છ લાખનું ટર્ન ઓવર ખોરવાયું હતું. જ્યારે પાંથાવાડા માર્કેટયાર્ડના વેપારીઓ તેમજ ખાનગી કૃષિ માર્કેટ ધાનુ કૃષિ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા કૃષિ વિધેયક બિલના વિરોધમાં હરાજીનું કામકાજ બંધ રખાયું હતું.

માર્કેટયાર્ડ બંધ રહેતા પાંથાવાડા માર્કેટયાર્ડમાં અંદાજે 200 ક્વિન્ટલ ખેત પેદાશની આવક છે. જેથી અંદાજે ત્રણેક લાખનું ટર્ન ઓવર ખોરવાયું હતું. જ્યારે જિલ્લામાં પાલનપુર, ડીસા, થરાદ સહિતના મોટામોટા માર્કેટયાર્ડોએ હરાજી ચાલી રાખી વિરોધને સમર્થન આપ્યું નહતું.

અન્ય સમાચારો પણ છે...