તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:દિયોદર પોલીસે યુવકને મારતા પોલીસ મથક બહાર ઠાકોર સમાજે દેખાવો કર્યા

દિયોદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે માર મારતાં દિયોદર પોલીસ મથક બહાર બુધવારે ઠાકોર સમાજના યુવાનો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
પોલીસે માર મારતાં દિયોદર પોલીસ મથક બહાર બુધવારે ઠાકોર સમાજના યુવાનો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.
  • દારૂના અડ્ડા બંધ કરાવવા DYSPને આવેદન આપ્યું,ખાતરી આપતાં મામલો થાળે પાડયો

દિયોદર તાલુકાના ખાણોદર ગામના યુવકને છ-સાત દિવસ અગાઉ દિયોદર પોલીસ મથક ખાતે લઈ જઇ માર મારતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બુધવારે ઠાકોર સમાજના યુવકો દ્વારા દિયોદર પોલીસ મથક બહાર દેખાવ કરાયો હતો.

દિયોદર તાલુકાના ખાણોદર ગામે રહેતા વિનોદજી ઠાકોરને દિયોદર પોલીસે છ-સાત દિવસ અગાઉ પકડીને લઈ ગઇ હતી. જેમાં પોલીસ મથક ખાતે લાવી યુવકને માર્યો હોવાના આક્ષેપ સાથે વિનોદજી ઠાકોરને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને દિયોદર ઠાકોર સમાજના યુવાનોએ બુધવારે પોલીસ મથક બહાર તાલુકામાં ધમધમતા દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગને લઇ પોલીસ મથક બહાર દેખાવ કર્યો હતો અને નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આ બાબતે મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે ‘ખાણોદર ગામના યુવાનને ખોટી રીતે દારૂનો કેસ કરી પોલીસ મથક ખાતે લાવી માર માર્યો છે. જેમાં આવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય તે માટે અમોએ ભેગા મળી પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી ચર્ચા કરી છે. જેમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અમને 3 દિવસમાં કાર્યવાહી કરવા ખાત્રી આપતા હાલ મામલો થાળે પડયો છે.’

અન્ય સમાચારો પણ છે...