તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફરા-તફરી:દિયોદરના રવેલ જુનાગામમાં હડકાયા કૂતરાનો આતંક,3 ને લોહી લુહાણ કર્યા

દિયોદર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
દિયોદરના રવેલ જુના ગામે સોમવારે હડકાયા કૂતરાનો ત્રણને લોહી લુહાણ કર્યા હતા. જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે. - Divya Bhaskar
દિયોદરના રવેલ જુના ગામે સોમવારે હડકાયા કૂતરાનો ત્રણને લોહી લુહાણ કર્યા હતા. જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
 • ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ડીસા ખસેડાયા,ગામલોકોમાં ફફડાટ ફેલાયો

દિયોદર તાલુકાના રવેલ જુના ગામે સોમવારે સવારના સમયે આકસ્મિક રીતે કુતરાને હડકવા થતા સમગ્ર રવેલ જૂના ગામમાં થોડાક સમય માટે અફરા-તફરી મચી જવા પામી હતી. દિયોદરના રવેલ જુના ગામે હડકાયા કૂતરાએ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને બચકાં ભરી લોહીલુહાણ કર્યા હતા. જેમને લોહીલુહાણ હાલતમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રવેલ ગામના રમેશભાઇ પરમાર દ્વારા જણાવ્યું હતું કે ‘સોમવારે સવારે હડકવા થયેલ કૂતરાએ રવેલ ગામમાં અફરા-તફરી મચાવી હતી. ત્યારબાદ ગ્રામજનો દ્વારા કૂતરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.’

કૂતરાએ કોને-કોને બચકા ભર્યા
નર્મદાબેન રમેશભાઇ પરમાર
અમૃતભાઈ દલાભાઈ પરમાર
મફાભાઈ મફાભાઈ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો