ચોરી:દિયોદરની અયોધ્યા સોસાયટીમાં શિક્ષક ઘરની બહાર સૂતા રહ્યા, તસ્કરો રોકડ-દાગીના ચોરી ગયા

દિયોદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સોસાયટીના મકાનોમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.26 હજારની ચોરી

દિયોદરમાં શનિવારે મોડી રાત્રીએ ત્રણ સોસાયટીમાં ચોર ટોળીએ બંધ મકાનના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી તિજોરી, ઘરવખરીનો સામાનવેરી સોના-ચાંદીના દાગીનાઓ, રોકડ રકમ સહિત રૂ.26 હજારની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ ગયા હતા.

દિયોદરમાં શનિવારે મોડી રાત્રિ દરમિયાન દેલવાડા રોડ પર આવેલી અયોધ્યા સોસાયટી, શ્રીનાથ સોસાયટી, ગ્રીન પાર્ક બંગલોની સોસાયટીઓના મકાનોના તાળા, તોડી ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં અયોધ્યા સોસાયટીમાં રહેતા દિયોદર આદર્શ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક નરેશભાઈ રાજાભાઈ ચૌધરીના મકાનને નિશાન બનાવ્યું છે. શિક્ષક નરેશભાઈ ચૌધરી ઘરના બહારના ભાગે સૂતા હતા. ત્યારે ઘરના પાછળના ભાગે ગેલેરીમાં આવી દરવાજો તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રૂ.14000 સહિત ચોરી થઇ હતી.

જ્યારે શ્રીનાથ સોસાયટીમાં રહેતા શ્રીરામભાઈ રાવલના ભાડાના બંધ મકાનમાં ઘરના લોખંડનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના અંદાજે રૂ.12000 નો મુદામાલ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ગ્રીન પાર્ક બંગલોમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘર માલિક બહાર હોવાથી સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...