આગ:કોતરવાડા નજીક ટેન્કર અને ટ્રક અથડાતાં આગ ભભૂકી ચાર વ્યક્તિઓ ભૂંજાયા હોવાની આશંકા

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટેન્કર અને ટ્રક આગમાં લપેટાઇ જતાં રાખ થઈ ગયા હતા. - Divya Bhaskar
ટેન્કર અને ટ્રક આગમાં લપેટાઇ જતાં રાખ થઈ ગયા હતા.
  • ટ્રકમાં સવાર એક વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો

દિયોદર તાલુકાના કોતરવાડા ગામ પાસે સોમવારે મોડી સાંજે આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ચાર વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ ગયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. જ્યારે એક જણાને સારવાર અર્થે ખસેડાયો હતો.

કોતરવાડા ગામ પાસે સોમવારે મોડી સાંજે 7:30 કલાકની આસપાસ આઈસર ટ્રક અને ખાલી ટેન્કર સામસામે અથડાતા બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે વહીવટીતંત્રને જાણ થતાં તાત્કાલિક થરાદ અને પાલનપુર પાલિકાના ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ત્યારે આ અકસ્માતને નજરે જોનારાઓના કહેવા પ્રમાણે ટ્રક અને ટેન્કરમાં મળી કુલ પાંચ માણસો બંને વાહનો માં સવાર હતા. જે પૈકી ચાર વ્યક્તિઓ આગમાં ભૂંજાઈ ગયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

જ્યારે આઈસર ટ્રકમાંથી એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.એક કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો.ખાલી ટેન્કર થરાદ થી મીઠા તરફ જતું હતું. જ્યારે આઈસર ટ્રક મીઠા થી થરાદ તરફ જતી હતી ત્યારે વાહન ચાલક દ્વારા કાબુ ગુમાવતા ધડાકાભેર બંને વાહનો આગમાં લપેટાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...