તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રામાણિકતા:દિયોદરના મકડાલા ગામના વાલ્મીકી પરિવારને મળેલી છ લાખના દાગીના ભરેલી થેલી પરત કરી માનવતા મહેંકાવી

દિયોદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોલવીથી લવાણા જતા બાઇક પરથી 11 તોલા દાગીના ભરેલી થેલી પડી ગઇ હતી

દિયોદર તાલુકાના ગોલવી ગામેથી લવાણા પોતાની સાસરીમાં જઇ રહેલી બહેનની 11 તોલા સોનાના દાગીના ભરેલી થેલી બાઇક ઉપરથી રસ્તામાં પડી ગઇ હતી. જે મકડાલા ગામના શ્રમજીવી વાલ્મીકી પરિવારને મળતાં થેલી પરત કરી માનવતા મહેંકાવી હતી.

દિયોદર તાલુકાના ગોલવી ગામે પોતાના પિયરથી લવાણા પોતાની સાસરીમાં મંગળવારે બપોરના સમયે એક બહેન અને તેમના ભત્રીજા વિક્રમભાઈ કાજાભાઇ રાજપૂત બાઈક પર જતા હતા. ત્યારે બાઈકમાં લટકાવેલ સોનાના દાગીના ભરેલી થેલી ગોલવીથી લવાણા માર્ગ પર ક્યાંક નીચે પડી જતા લવાણા પહોંચ્યા બાદ દાગીના ન જણાતા બહેન ચોંકી ઉઠ્યા હતા.

આ અંગે બાઈક ચાલક વિક્રમભાઈ રાજપુત બાઈક પરત લાવી પરિવારજનોને જાણ કરી ભેગા મળી થેલી ગુમ થયા અંગે મકડાલા, મખાણું, ચીભડા વગેરે ગામોના માર્ગ પર તપાસ કરતા મોડી સાંજે દાગીના ભરેલી થેલી મકડાલા ગામના મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વાલ્મીકિ હેમાભાઈ કાળાભાઈ વાલ્મીકિના પરિવારને મળી આવી હતી. જે સોનાના દાગીના ભરેલી થેલી પરત કરતા આજના આ ઘોર કળિયુગમાં 11 તોલા સોનાના દાગીના ભરેલી થેલી પરત કરતા માનવતાના દીવડા પ્રગટયા હતા. આ અંગે દાગીનાના માલિક દ્વારા શ્રમિક વાલ્મિકી પરિવારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...