પરિણામ જાહેર:દિયોદરની 28 ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર, ફાફરાળી ગામની પંચાયતના વોર્ડ નંબર-3 માં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળી

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિયોદર મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી લોકો ઉમટ્યા હતા. - Divya Bhaskar
દિયોદર મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી લોકો ઉમટ્યા હતા.

દિયોદર તાલુકાની 28 ગ્રામ પંચાયતોની મતગણતરી મંગળવારે સવારે દિયોદર મોડેલ સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. ત્યારે દિયોદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને દિયોદર-ખીમાણા હાઈવે સંપૂર્ણ રીતે બંધ કરી જી.આઈ.ડી.સી પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારથી જ ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. દિયોદર તાલુકાની ગ્રામ પંચાયતોમાં છ ઉમેદવારો 50 થી ઓછા મતે વિજેતા થયા હતા. જ્યારે વડાણા ગામે વર્તમાન સરપંચ ગોદીબેન અમૃતજી મકવાણા ફરીથી ચૂંટાયા હતા.

જ્યારે ગામે વર્તમાન સરપંચના પુત્રવધુ કુંવરીબેન કરસનભાઈ વાઘેલા 338 મતે ચૂંટાયા હતા. જ્યારે પાલડી મીઠી ગામે વર્તમાન સરપંચના પુત્ર ભાટી રમેશભાઈ કાળાજી 56 મતે ચૂંટાયા હતા. જ્યારે ફાફરાળી ગામે વોર્ડ નંબર-3માં ચેનાજી વઘાજી ચૌહાણને 34 મત તેમજ વિનોદજી ઇશાજી પરમારને 34 મત બંને સરખા મત મળતાં ચૂંટણી અધિકારી દ્વારા ચીઠ્ઠી ઉછાળી હતી. જેમાં વિનોદજી ઇશાજી પરમારનો વિજય થયો હતો. જ્યારે મોજરુ નવા ગામમાં વોર્ડમાં ઉમેદવાર એક મતે વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...