તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સરદારપુરા(ર) ગામે પૂજ્ય સદારામ બાપુની 115 મી જન્મજયંતી ઊજવાઈ

દિયોદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દિયોદરના સરદારપુરા (ર) ગામે રવિવારે ફાગણ સુદ પૂનમના દિવસે બ્રહ્મલીન પ.પૂ.સંત શિરોમણી સદારામ બાપુની 115 મી જન્મ જયંતી દિયોદર તાલુકા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સંતો તેમજ મહેમાનો દ્વારા પૂજ્ય બાપુના વ્યસન મુક્તિ અને કુરિવાજો દૂર કરવાના વિચારોને વર્ણવી બાપુની 115 મી જન્મ જયંતી પ્રસંગે આશિર્વચન પાઠવ્યા હતા.

પ.પૂ.સદારામ બાપુની 115 મી જન્મ જયંતી ઉજવણી પ્રસંગે પ.પૂ.દાસ બાપુએ (ટોટાણા ધામ) પ્રજાજનોને ભક્તજનોને આશિર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોર દ્વારા સમાજના કુરિવાજોને દુર કરવા તેમજ યુવાનો વ્યસનથી દૂર રહી સ્વાસ્થ્ય અને પરિવારને સુખમય જીવન આપી શકે તેવા આશયને બિરદાવ્યું હતું .આ પ્રસંગે પીનલબેન ઠાકોર, ગુમાનસિંહ ચૌહાણ, ગિરિરાજસિંહ વાઘેલા, ભાવનાબેન ઠાકોર, મુકેશજી ઠાકોર, ભરતજી ઠાકોર, મનુજી ઠાકોર સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો