માંગણી:દિયોદર, કાંકરેજના કર્મચારી મંડળ દ્વારા પેન્શન મુદ્દે રજૂઆત

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂની પેન્શન યોજના ચાલુ કરવા કર્મચારી સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુરુવારે દિયોદર ખાતે આવેદનપત્ર આપી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગણીઓ બુલંદ કરવામાં આવી રહી છે.

ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિતે કાંકરેજ અને દિયોદર તાલુકાના તમામ સંવર્ગના કર્મચારીઓ દિયોદર ખાતે સદારામ છાત્રાલયમાં સભા યોજી હતી. જેમાં વિવિધ સંગઠનના હોદેદારોએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તમામ કર્મચારીઓ રેલી સ્વરૂપે ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...