લોકાર્પણ કાર્યક્રમ:સણાદરમાં આજે PM બનાસડેરીના પ્લાન્ટનું ઉદઘાટન કરશે, કાર્યક્રમમાં 3 લાખ લોકો આવશે

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી. - Divya Bhaskar
તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી.
  • બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ અને દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરાશે
  • લોકાર્પણ બાદ પશુપાલક મહિલાઓને PM સંબોધન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિયોદરના સણાદરમાં 151 વીઘામાં બનેલા બનાસડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે.મોદી પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશનનું લોકાર્પણ કરી મહિલાઓને સંબોધન કરશે.આ કાર્યક્રમમાં 3 લાખથી વધુ લોકો આવવાનો દાવો કરાયો છે.જુ દૂધ ઉત્પાદક મહિલાઓએ ટ્રેક્ટરમાં ફરી ફરીને નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ પાઠવવા નીકળ્યા હતા. મહિલાઓએ ઘરે ઘરે દીવડાઓ પણ પ્રગટાવ્યા હતા.

ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આખા જિલ્લામાં અનેરો ઉત્સાહ છે. 151 વીઘામાં સણાદર બનાસ ડેરી સંકુલ નિર્માણ કરવામાં આવ્યું છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પો બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) ઇ લોકાર્પણ અને નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નું ઇ- ખાતમુહૂર્ત કરશે.

નરેન્દ્ર મોદીનો મિનિટ- ટુ - મિનિટ કાર્યક્રમ
9.40 : સણાદર હેલીપેડ ખાતે આગમન
10.00 :બનાસડેરીના સંકુલનું લોકાર્પણ સહિત વિવિધપ્રકલ્પોનું ઇ- લોકાર્પણ
10.15 : સભાસ્થળે આગમન (એક કલાકનું સંબોધન)
11.15 : કાર્યક્રમની પૂર્ણાહૂતિ

કાર્યક્રમમાં જવા ખીમાણાથી દિયોદર માર્ગ પર પ્રવેશ
સવારે સભા સ્થળે જનારને જ ખીમાણાથી દિયોદર માર્ગ પર પ્રવેશ અપાશે બાકી વાહનોને દિયોદર જવા શિહોરી થઈને જવું પડશે. કલેકટરે 2 દિવસ અગાઉ જાહેરનામું પણ બહાર પાડ્યું હતું.

દૂધ ઉત્પાદનક્ષેત્રે શું ફાયદો થશે?
151 વીઘામાં નિર્માણ કરાયેલા ડેરીના સંકુલમાં પહેલા દિવસથી જ 30 લાખ લીટર કેપેસિટીનું હેન્ડલીંગ કરી શકાશે.અહીં આઈસક્રીમ સહિત દૂધ બનાવટની અન્ય પ્રોડક્ટ પણ બનશે. પોટેટો પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. જેમાં ફ્રેન્ચ ફ્રાઈઝ,આલુ ટીકી,બર્ગર જેવી ફ્રોઝન આઈટમનું ઉત્પાદન કરાશે.

01એડીજીપી, 01આઈજી, 02ડીઆઈજી, 09એસપી, 16ડીવાયએસપી, 54પીઆઈ, 178પીએસઆઈ, 09બોમ્બ સ્કવોર્ડ, 05ડોગ સ્કવોડ

કામ જૂન 2020 માં થયું હતુ
બનાસ ડેરીનું નિર્માણ કાર્ય જૂન-2020માં શરૂ થયું હતુ. ફેબ્રુઆરી 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ડેરી પશુપાલન મંત્રી સંજીવ બાલિયાનની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...