તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દિયોદરના પાલડી પાસે ચાલકે કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાતાં એકનું મોત, 2ને ઈજા

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિયોદરના પાલડીથી રાટીલા રોડ પર અકસ્માત - Divya Bhaskar
દિયોદરના પાલડીથી રાટીલા રોડ પર અકસ્માત
  • કુવાતાંના યુવકનું મોત, ચિભડા ગામના બે યુવકોને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

દિયોદર તાલુકાના પાલડી ગામ પાસે ગુરૂવારે મોડી સાંજે કાર ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં કુવાતાં ગામના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ચીભડા ગામના બે યુવકોને ઇજાઓ થતાં સારવાર માટે થરાદ અને દિયોદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.દિયોદર તાલુકાના પાલડીથી રાટીલા રોડ પર ગુરુવારે મોડી સાંજે સ્વીફ્ટ ગાડી નંબર જીજે.18 બી.સી. 0850ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી.

જેમાં કારમાં સવાર કુવાતાં ગામના સુરેશભાઈ હરદેવભાઈ જોષી(ઉ.વ.31)ને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ચીભડા ગામના કિરણસિંહ જેઠાભાઇ રાજપૂત (ઉ.વ.30) અને ભરતસિંહ ભલજીભાઈ પઢાર (ઉ.વ.30)ને ઇજા થતાં સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં વધુ સારવાર માટે થરાદ દિયોદરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતની જાણ આજુ બાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.

છ માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
કુવાતા ગામના સુરેશભાઇ જોષીને છ માસનો દિકરો છે. તેમના પરિવારમાં 4 ભાઇઓ છે. જોકે, અકસ્માતમાં તેમનું મોત નિપજતાં દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે 3 ભાઇઓએ એક ભાઇ ગુમાવ્યો છે. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...