તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:દિયોદરમાં દુકાનમાંથી મોબાઈલ, 27 હજારના રોકડ ભરેલ પર્સની તફડંચી

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલિકે ભાગતાં ગઠીયા પાસેથી પર્સ પડાવી લેતાં 27 હજાર બચ્યા, મોબાઇલ લઇ ગયો

દિયોદર જુના બસ સ્ટેન્ડ પાસે ગુરુવારે સવારે દુકાનમાંથી મોબાઈલ, રૂપિયા 27 હજારના રોકડ ભરેલ પર્સની તફડંચી કરી ભાગતા ગઠીયો ભાગતાં માલિકે પાછળ દોડી પર્સ પડાવ્યું હતું પરંતુ ગઠીયો મોબાઇલ લઇ અન્ય યુવક સાથે બાઇક ઉપર ફરાર થઇ ગયો હતો. ચોરી કરનાર ગઠીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. દિયોદર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દ્વારકેશ મોબાઇલની દુકાનના માલિક સંજયભાઈ ઠાકોર ગુરુવારે સવારે 10-00 વાગ્યાની આસપાસ પોતાનું બાઇક દુકાનની સામેના ભાગે પાર્ક કરવા ગયા હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવી સંજયભાઈ ઠાકોરની મોબાઈલની દુકાનમાંથી પૈસા ભરેલું પાકીટ અને એક મોબાઇલ લઈને ભાગી ગયો હતો.

ત્યારે સંજયભાઈ આ ગઠીયાને દેખી જતા પાછળ દોડતા ગઠીયો અન્ય એક યુવક બાઇક સાથે ઉભો હતો તેની પાછળ બેસી બાઈક ભગાવતાં તે દરમિયાન પાકીટ ઝૂંટવી લીધું હતું. ત્યારે પાકીટમાં રહેલા 27 હજાર રૂપિયાની ચોરી થતાં સદ્નસીબે બચી ગઇ હતી. પરંતુ સંજયભાઈ ઠાકોરનો મોબાઇલ નોટ નાઇન અંદાજે કિંમત રૂ.13000 ની ચોરી કરી ગઠીયો નાસી છૂટયો હતો. ચોરી કરનાર ગઠીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ અંગે સંજયભાઈ ઠાકોરે દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મોબાઇલ લોકેશનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે દિયોદરમાં ધોળે દિવસે ચોરીનો બનાવ બનતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...