વડાપ્રધાનના આગમનની તૈયારી:દિયોદરના સણાદર બનાસ ડેરી પ્લાન્ટમાં ગૃહરાજ્યમંત્રીએ મુલાકાત લઈ નિરીક્ષણ

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સણાદર બનાસ ડેરીની તમામ ફેકલ્ટીનું માર્ગદર્શન મેળવ્યું હતું. - Divya Bhaskar
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સણાદર બનાસ ડેરીની તમામ ફેકલ્ટીનું માર્ગદર્શન મેળવ્યું હતું.

દિયોદરના સણાદર ગામે બનાસ ડેરી દ્વારા ઔદ્યોગિક ડેરી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ડેરી પ્લાન્ટનો 19 એપ્રિલના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન પ્રસંગે યોજાનાર છે. ત્યારે તે કાર્યક્રમ અંતર્ગત ગુરૂવારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સણાદર બનાસ ડેરીની તમામ ફેકલ્ટીનું માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ સભાખંડની મુલાકાત લઇ સમગ્ર કાર્યક્રમની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી, કેશાજી ચૌહાણ, ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા કલેકટર આનંદભાઇ પટેલ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, કનુભાઈ વ્યાસ, આઇ.ટી.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...