જનજાગરણ અભિયાન:ભાજપની હિટલરશાહી સરકારથી મોંઘવારી વધી છે : અમિત ચાવડા

દિયોદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિયોદર ખાતેથી કોંગ્રેસના જનજાગરણ અભિયાનનો પ્રારંભ કરાયો

દિયોદર આદર્શ હાઇસ્કુલ ખાતે સોમવારે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનું જનજાગરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના ટોચના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહી ભાજપને આડે હાથ લઈ મોંઘવારી બેરોજગારી મુદ્દે સરકારને પોતાની સ્થિતિ સમજાવવાનો સમય આવી ગયો છે તેમ કહી કાર્યકરોને કમર કસવા આહવાન કરવામાં આવ્યું હતું.ભાજપની હિટલરશાહી સરકારથી મોંઘવારી વધી છે તેમ કહી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચાબખા માર્યો હતા.

દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 21 ડિસેમ્બર સુધી કોંગ્રેસનું જનજાગરણ અભિયાન ચાલશે. જેનો આદર્શ હાઇસ્કુલ ખાતેથી સોમવારે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી રઘુ શર્મા, જીગ્નેશભાઈ મેવાણી, હાર્દિક પટેલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશભાઈ ઠાકોર દ્વારા ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ‘વર્તમાન સમયે હિટલરશાહી સરકારથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ છે.

ખાદ્ય પદાર્થોથી લઈને ડીઝલ-પેટ્રોલ વગેરે ભાવ વધારે માઝા મૂકી છે તેમજ ખેડૂતોને ખાતરની અછત વર્તાઈ રહી છે.મોંઘવારીને લીધે ગરીબ પરિવારો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આમ શિક્ષિત બેરોજગાર યુવાનો ભાજપના સુપડા સાફ કરી નાખશે.’ આ પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયા, શીવાભાઈ ભુરીયા, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, ગોવાભાઇ રબારી, પ્રવિણસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા, જોરાભાઈ દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...