આત્મહત્યા:પાલડી મીઠી ગામે પતિના ત્રાસથી પત્નીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દિયોદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પતિ સામે મરવા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો

દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે ભાગીયા તરીકે રહેતી એક સંતાનની માતાએ પતિના ત્રાસથી ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રહેતી કોમલબેન ઠાકોરના લગ્ન ત્રણ વર્ષ અગાઉ ભાભરના સનેસડા ખાતે રહેતા ભરત અમીચંદ ઠાકોર સાથે થયા હતા. જેમાં લગ્નના સમયગાળા દરમિયાન કોમલબેન ઠાકોરને એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ ઘણા સમયથી કોમલબેન ઠાકોરના પતિ ભરત ઠાકોર અવાર નવાર તું કઈ કામ કરતી નથી.તું કઈ સમજતી નથી તેવા મેણાટોણા મારી ત્રાસ આપતો હતો. જેના કારણે કોમલબેન તારીખ 21 નવેમ્બર ના રોજ પતિના ત્રાસથી કંટાળી જઈ દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે ભાગીયા તરીકે રહેતી હોવાથી ત્યાં રહેણાંક મકાનમાં ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. જે બનાવની જાણ તેમના પરિવાર જનોને થતા પરિવારજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

આ અંગે દિયોદર પોલીસ મથક ખાતે સોમવાર ફરિયાદ આપતા પોલીસ પતિ ભરત ઠાકોર સામે 306 ,498 A મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવથી સમગ્ર દિયોદર ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...