તાળાં મારી વિરોધ:જાલોઢા ગામે તબીબની બદલી રોકવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લોકોએ તાળાં મારી દીધા

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જાલોઢા ગામે ડોકટરની બદલી રોકવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શનિવારે ગામલોકોએ તાળાં મારી વિરોધ દર્શાવ્યો હતો. - Divya Bhaskar
જાલોઢા ગામે ડોકટરની બદલી રોકવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શનિવારે ગામલોકોએ તાળાં મારી વિરોધ દર્શાવ્યો હતો.
  • ગામલોકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર રામધૂન બોલાવી

દિયોદર તાલુકાના જાલોઢા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોકટરની બદલી થતા પ્રથમ વખત બદલીને રોકવા માટે શનિવારે ગામલોકો આગળ આવ્યા હતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાં મારી લોકોએ કચેરી બહાર રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.

જાલોઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડો.ચેતન ચૌધરી ઘણા સમયથી ફરજ બજાવતા હતા. જેમાં ડોકટરની બદલી થતાં જાલોઢા તેમજ આજુબાજુ વિસ્તારમાંથી ડોકટરની બદલીને લઇ અગાઉ પણ આરોગ્ય કેન્દ્ર બહાર દેખાવ કર્યો હતો. જો કે ફરી ડોકટરની બદલી રોકવામાં નહીં આવતા શનિવારે આજુબાજુ વિસ્તારના લોકો જાલોઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને આરોગ્ય કેન્દ્રને તાળાં મારી વિરોધ નોંધાવી આરોગ્ય કેન્દ્ર બહાર રામધૂન પણ બોલાવી હતી.

ગામ લોકોએ જણાવ્યું હતું કે ‘જાલોઢા આરોગ્ય કેન્દ્રમાં ડો.ચેતન ચૌધરી ફરજ બજાવતા હતા. જેમાં અમને ડોક્ટર દ્વારા સારી અને પૂરતી સારવાર મળી રહી છે. અમારે બીજા કોઇ ડોકટર જોઇતા નથી. આ આરોગ્ય કેન્દ્રમાં ડો.ચેતન ચૌધરીની બદલી રોકી અહીં પરત મુકવામાં આવે તેવી અમારી માંગ છે.’

અન્ય સમાચારો પણ છે...