તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલની ચોરી:દિયોદરમાં તસ્કરોએ કરિયાણાની દુકાનના પાછળના દરવાજાનું પતરૂ તોડી ચોરી કરી

દિયોદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરીયાણાનો માલસામાન સહિત 79 હજારના મુદ્દામાલની ચોરી

દિયોદર રેલવે સ્ટેશન રોડ પર આવેલ જલારામ કરિયાણાની દુકાનમાં બુધવારે રાત્રે તસ્કરોએ દુકાનના પાછળના દરવાજાનું પતરૂ તોડી અંદર પ્રવેશી કરીયાણાનો માલસામાન સહિત 79 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયાની દુકાન માલિકે પોલીસ મથકે જાણ કરી હતી.

દિયોદર રેલવે સ્ટેશન રોડ પર આવેલ જલારામ કરિયાણાની દુકાનના પાછળના ભાગે બુધવારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા દુકાનના પાછળના દરવાજાનું પતરૂ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી તેલ-ઘી, મરચાં, બીડી, ગુટકા, માવા વગેરે કરિયાણા સંબંધિત વસ્તુઓની ચોરી કરી રાત્રિના અંધકારનો લાભ લઇ પલાયન થઈ ગયા હતા. આ અંગે દુકાન માલિકે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. દુકાન માલિક શૈલેષભાઈ શંકરલાલ ઠક્કરના જણાવ્યા અનુસાર 79,500 રૂપિયાના મુદ્દામાલની ચોરી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો