દિયોદરના રવેલ નવા ગામના રહીશ સુરત કતારગામમાં ખમણનો વ્યવસાય કરે છે. ત્યારે થોડા દિવસ પહેલાં વતન આવ્યા હતા. ત્યારે ઘરના મેન દરવાજાનો નકુચો તૂટેલો હતો. જેથી ઘરની અંદર તપાસ કરતાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.1.73 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. દિયોદર તાલુકાના રવેલ નવા ગામના વતની ભીમજીભાઇ ગગાભાઇ પ્રજાપતિ હાલ પરીવાર સાથે સુરત કતારગામ રહીને ખમણનો વ્યવસાય કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
થોડા દિવસો પહેલા વતનમાં ક્ષેત્રપાળ દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. જ્યાં પોતાના ઘરે જતા ઘરનો મેન દરવાજા પાસે બે તલવારો પડી હતી અને ઘરના દરવાજાનો નકુચો તૂટેલ હતો. જેથી ઘરની અંદર તપાસ કરતા તિજોરીમાં પડેલ સોનાના દાગીના રૂ.98,000 તેમજ રોકડ રકમ રૂ.75,000 મળી કુલ રૂ. 1,73,000 કોઈ શખ્સો દ્વારા ચોરી કર્યાનું સામે આવ્યું છે. જેમાં ભીમજીભાઇ પ્રજાપતિ દ્વારા દિયોદર પોલીસ સ્ટેશન આવી જાણ કરતા પોલીસે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.