કાંકરેજ તાલુકાના તેરવાડા સબ સ્ટેશનમાંથી પાંચ ગામના ખેડૂતોને દિવસે લાઈટ ના મળતાં રાત્રીએ લાઈટ શરૂ કરતાં ખેડૂતો અકળાયા હતા. ત્યારે સોમવારે સવારે દિયોદરના વખામાં 220 કેવી સબ સ્ટેશનમાં પાંચ ગામના ખેડૂતો ભેગા મળીને હોબાળો કર્યો હતો. તેરવાડા સબ સ્ટેશન ખાતેથી વિજ પુરવઠા ના સમય બદલતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. દિવસે લાઈટ ના મળતાં રાત્રીએ લાઈટ શરૂ કરતાં ખેડૂતો અકળાયા હતા.
ઠંડીના કારણે ખેડૂતો રાત્રે 11 વાગે પાકને પાણી આપવા ખેડૂતો માટે મુશ્કેલ હતું. કડકડતી ઠંડીમાં ખેતી કરવી મુશ્કેલ વગેરે મુદ્દાઓ સાથે સોમવારે વહેલી સવારે વખા 220 કેવી સબ સ્ટેશન ખાતે ધરણાં કરવા કાંકરેજના ઇસરવા, સલીમગઢ, વડીયા, તેરવાડા, ગોદા ગામના ખેડૂતો પહોચ્યા હતા. ખેડૂતો વખા સબ સ્ટેશનના ગેટમેન દ્વારા ગેટ ના ખોલતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જ્યાં અધિકારી આવી પહોંચતા ગેટ ખોલ્યા હતા.
ખેડૂતોની રજૂઆત માટે અધિકારીઓ અને પોલીસ દ્વારા ખેડૂતો સાથે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. ખેડૂતોએ સરકારની બેવડી નિતીઓ સામે કાંકરેજના ખેડૂતોએ ખેડૂતોની માંગ પૂરી કરો, દિવસે લાઈટ ચાલુ કરો ના સુત્રોચ્ચાર કરી સત્વરે યોગ્ય નિવારણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠાનો સમય બદલવાની બાંહેધરી આપતા ધરણા સમેટાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.