ફરિયાદ:દિયોદરના નવા સેસણ ગામમાં બે પરિવારો બાખડતાં ફરિયાદ

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિયોદરના નવા સેસણ ગામે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા દીકરાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. મીઠાબેન બલોચનો દીકરો ગામની ટાંકીની બાજુમાં આવેલ સ્મશાન ઘાટથી કાચા માર્ગે થઈ ઘરે આવી રહેલ હતો તે દરમ્યાન તાજખાન બલોચ, મહમદખાન બલોચ તથા રસુલખાન બલોચ રસ્તામાં દીકરાને મળેલ અને કહેવા લાગ્યા કે તું મારા બનેવી મહમદખાન બલોચને ખોટી ખોટી વાતોની ચઢામણીઓ કરી મારી બહેનને માર મરાવે છે

જેથી દીકરાએ કહેલ કે આ બાબતે મને કંઈ ખબર નથી અને કોઈ ચડવણી કરેલ નથી જેથી ત્રણેય જણ એકદમ ઉશ્કેરાઇ ગઇ અને દીકરા અલીખાનને અપશબ્દો બોલી પાડતા ગડદાપાટુ મારવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...