ફરિયાદ:રૈયાના ધિંગાણામાં સામાપક્ષની હુમલાની ફરિયાદ

દિયોદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં બન્ને પક્ષે 4 ઘાયલ થયા હતા,6 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

દિયોદર તાલુકાના રૈયા ગામે રવિવારે સવારના સમયે યુવકને સમજાવવા બાબતે તેના પરિવારજનો ઉશ્કેરાઇ જઇ પટેલ પરિવાર પર તલવાર, ધારિયા, છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાતા પટેલ પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજાઓ થતાં આ સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સોમવારે દિયોદર પોલીસ મથકે દલિત પરિવારના છ સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

રૈયા ગામે રવિવારે સવારના સમયે દલિત અને પટેલ પરિવાર વચ્ચે સમજાવવા બાબતે ધીંગાણું ખેલાયું હતું. જેમાં વિવાદ ઉગ્ર બનતા સામસામે ધારીયા, તલવાર, છરી જેવા તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાતા આ અંગે સોમવારે નવીનભાઈ ભગવાનભાઇ પટેલ (રહે.રૈયા) એ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓના પિતા ભગવાનભાઇ પટેલ રવિવારે સવારે તેમના ઘર પાસે હતા તે દરમિયાન અમૃતભાઈ પરમારે આવીને કહેલ કે તમે મારા દીકરા હિતેશને કેમ ઠપકો આપતા હતા. ત્યારે ભગવાનભાઈ પટેલે કહેલ કે હું તેને ઠપકો આપતો ન હતો એ ખોટી રીતે મારી સાથે માથાકૂટ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...