તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિયોદરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી અધિક્ષકની પોસ્ટ ખાલી હતી. જે પોસ્ટ ઉપર દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.બ્રિજેશ વ્યાસને અધિક્ષકનો ચાર્જ આપતા સામુહિક આરોગ્ય કેન્દ્રના વહીવટ અને કામ સારી રીતે થઈ રહ્યું છે.
દિયોદરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ડો.બ્રિજેશ વ્યાસને અધિક્ષકનો ચાર્જ આપ્યા બાદ નવીન આવેલ પીડીયાટ્રીક તબીબ ડો.પંકજ ગુપ્તાના સહિયારા પ્રયાસથી સિઝેરિયન ઓપરેશનની શરૂઆત કરી છે. જેમાં બુધવાર રાત્રીના સમયે દિયોદરની એક મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો ઉપડતા આ મહિલાને દિયોદરની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવાઈ હતી.
જેમાં ડોકટરની તપાસ બાદ આ મહિલાને સિઝેરિયન ઓપરેશન કરવાની જરૂરિયાત પડતા દિયોદરમાં આવેલ પ્રાઇવેટ વિશ્વાસ હોસ્પિટલમાં સેવા આપતા ડો.રોહિત નાડોદા તેમજ ડો.પ્રતીકના સહિયારા પ્રયાસથી મહિલાનું સિઝેરિયન કરી મહિલા બાળકને જીવતદાન આપ્યું હતું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.