તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દિયોદરમાં ધનકવાડા પાસે રિક્ષાની ટક્કરે બાઇકચાલક યુવાનનું મોત, પોલીસે ફરાર રિક્ષાચાલકને પકડવાની તજવીજ શરૂ કરી

દિયોદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દિયોદર તાલુકાના ધનકવાડા થી ઓઢા તરફ જતા માર્ગ પર મંગળવારે સવારે રિક્ષાની ટક્કરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. યુવાનના મોત ગમગીની છવાઈ હતી.

દિયોદર તાલુકાના ધનકવાડા ગામે થી ઓઢા ગામ તરફ જતા માર્ગ પર મંગળવારે સવારે નરેશભાઈ વેલાભાઇ ઠાકોર (ઉ.વ.20) પોતાનું બાઇક નંબર જીજે.08. બીપી 8561 લઈને જતા હતા. ત્યારે સામે ઓઢા તરફથી આવી રહેલ રિક્ષા નંબર જીજે. 08. y. 4115ના ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઇકચાલક યુવાન પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. બનાવની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

આશાસ્પદ યુવકના મોતથી સમગ્ર ધનકવાડા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે ભુપતાજી હેમાજી ઠાકોર (રહે ધનકવાડા)એ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોધી આ અંગે વધુ તપાસ દિયોદર પીએસઆઈ એસ જે પરમાર ચલાવી રહ્યા છે. મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશ વાલીવારસોને સોંપી હતી યુવાન પુત્રના આકસ્મિક અવસાનથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો