ક્રાઇમ:લુદ્રા પાસે બાઈક પર જતા ST ડ્રાઈવર પર હુમલો

દિયોદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. - Divya Bhaskar
પગના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
  • સ્કોર્પિયોમાં આવેલા શખ્સો હુમલો કરી ફરાર,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

દિયોદર એસ.ટી.ડેપોના ડ્રાઇવર રવિવારે ફરજ પરથી પોતાના વતન બેણપ ગામે બાઈક લઈને જતા હતા. તે દરમિયાન રસ્તામાં લુદરા ગામ પાસે કેટલાક શખસો દ્વારા ધોકા પાઈપો જેવા હથિયારો વડે માર મારતા ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિયોદર એસટી ડેપો ખાતે મૂળ વતન બેણપ તાલુકો સુઇગામના શિવાભાઈ રબારી એસટી બસની ફરજ બજાવી નોકરી પરથી રવિવારે સવારે પરત ઘરે પોતાના મોટર સાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં લુદરા ગામ પાસે કોઈ સમાજના કેટલાક શખ્સો સ્કોર્પિયો માં આવી બાઇક રોકાવી ધોકા, પાઇપો વડે તૂટી પડ્યા હતા. અને શિવાભાઇને હાથ-પગના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હુમલા ખોરો ફરાર થઈ ગયા હતા. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી વઘુ સારવાર માટે દિયોદર પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોને ટોળેટોળાં ઉમટ્યા હતા.

શિવાભાઈ રબારી દ્વારા દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પેથાભાઈ દાનાભાઈ રબારી (રહે.રડોસન, તા.સુઇગામ), ભૂરાભાઈ કમાભાઈ રબારી, ચોથાભાઈ કમાભાઈ રબારી (રહે.કોનોઠી, તા.સુઇગામ), પરખાભાઈ દરધાભાઈ રબારી (રહે.વાવ-ઢીમા રોડ), બીજા બે અન્ય અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...