તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિયોદર મામલતદાર કચેરી ખાતે બુધવારે લોક રક્ષક ઉમેદવાર દ્વારા લોક રક્ષક ભરતી 2018 /2019નું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરાઈ હતી. દિયોદર લોક રક્ષક ઉમેદવાર દ્વારા બુધવારે દિયોદર મામલતદાર કચેરી ખાતે લોક રક્ષક ભરતી 2018/2019 નું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા રજુઆત કરાઈ હતી.જેમાં જણાવાયું હતુ કે, 2018/2019 લોક રક્ષકની ભરતી અન્વયે 6 ડિસેમ્બર 2019 ના રોજ સરકાર દ્વારા ઠરાવ મુજબ 20%વેઇટિંગ રાખવા નિર્ણય કરેલ છે. તેમજ ગૃહમંત્રી દ્વારા પ્રેસ કોન્ફરશન કરી દરેક વર્ગ 3 ની ભરતી માં 20% પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા મહત્વ પુણ નિર્ણય કરવામાં આવેલ છે. તેમ છતાં લોક રક્ષક ભરતીમાં 1 વર્ષ કરતા વધુ સમય વીતી ગયેલ હોવા છતાં આજ દિન સુધી લોક રક્ષકની પ્રતિક્ષાયાદી જાહેર કરવામાં આવેલ નથી. જે પ્રસિધ્ધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.