આવેદન:રેશનકાર્ડની કામગીરી રેવન્યુ તલાટીને સોંપવા મામલતદારને આવેદન અપાયું

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટી કમ મંત્રીઓને કામનું ભારણ રહેતું હોવાથી રજૂઆત

દિયોદર તાલુકા તલાટી મંડળ દ્વારા ગુરુવારે દિયોદર તાલુકાના ગામડાઓમાં રેશનકાર્ડ વિભાજન તેમજ નવીન રેશનકાર્ડ માટેની અરજીઓ વગેરે બાબતે અત્યાર સુધી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ કામગીરી કરતા હતા. જે કામગીરી હવેથી રેવન્યુ તલાટીઓને સોંપવામાં આવે તે અંગે રજૂઆત કરી દિયોદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

દિયોદર તાલુકાના 66 ગામડાઓમાં રેશનકાર્ડ વિભાજન તેમજ નવીન રેશનકાર્ડ માંગણીઓ એન.એફ.એસ.રેશનકાર્ડ તેમજ અંત્યોદય યોજના અંતર્ગત અને અન્નપૂર્ણા યોજના અંતર્ગત વિભાજન તેમજ નવીન રેશનકાર્ડ અંગેની કામગીરી અત્યાર સુધી ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રીઓ કરતા હતા ત્યારે તલાટી કમ મંત્રીઓને કામનું ભારણ રહેતું હોવાથી ગુરુવારે દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાની રજૂઆત કરી હવેથી આ કામગીરી રેવન્યુ તલાટીઓને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ અંગે દિયોદર તાલુકા તલાટી મંડળ દ્વારા દિયોદર મામલતદાર એમ.બી.દરજીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...