તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:દિયોદરના ધનકવાડા ગામે દૂધ મંડળીના તાળાં તોડી રૂ.1.20 લાખની મત્તાની ચોરી

દિયોદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તસ્કરોએ દૂધ મંડળીમાંથી ઉપકરણોની ચોરી કરી હતી. - Divya Bhaskar
તસ્કરોએ દૂધ મંડળીમાંથી ઉપકરણોની ચોરી કરી હતી.
 • તસ્કરોએ દૂધ મંડળીમાંથી ચોરી કરી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો

દિયોદરના ધનકવાડા ગામે સોમવારે રાત્રિના સમયે કોઈ શખ્સો દ્વારા દૂધ ડેરીના મકાનનું તાળુ તોડી રૂ.1.20 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. તેમજ ડેરીમાં આવેલ એટીએમના લોક તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો.આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.દિયોદર તાલુકાના ધનકવાડા ગામે હિંગળાજ માતાજીના મંદિર પાસે આવેલ દૂધ ડેરીમાં સોમવારે રાત્રિના સમયે કોઈ શખ્સો દ્વારા ડેરીના મુખ્ય દરવાજાનું તાળું તોડી ડેરીમાંથી રૂપિયા 1.20 લાખના કમ્પ્યુટર સહિતના ઉપકરણોની ચોરી કરી નાસી છૂટયા હતા.

તેમજ ડેરીમાં આવેલ એટીએમના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીએમમાંથી કાંઈ હાથ ન લાગતા સવાર થવાની બીકે તસ્કરો નાસી છૂટયા હતા.આ અંગે વહેલી સવારે જાણ થતાં ડેરીના મંત્રી માનસુગ ભાઈ મુળાભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી.

તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા
દૂધ મંડળીમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યાં એક શખ્સ મંડળીમાં પ્રવેશ કરી સીસીટીવી કેમેરા ઉપર કપડું ઢાંકતો જણાઇ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો