કાર્યવાહી:એમડી ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલો યુવક પાંચ દિવસના રિમાન્ડ પર

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એમડી ડ્રગ્સમાં ઝડપાયેલા મુબઈના શખ્સને ડીસા લાવી કોર્ટમાં રજૂ કરતા આગામી 22 મી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. ડીસા-ધાનેરા હાઇવે પરના કંસારી ત્રણ રસ્તા નજીક રૂ. 11.75 લાખની કિંમત ના 117 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા અંકીતકુમાર મથુરાપ્રસાદ ગૌતમ (રહે, મુંબઇ વિરાર, ગ્લોબલ સીટી) રિમાન્ડ માટે ડીસાના જયુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફ.ક) ઈન્દ્રજીતસિંહ ભાટી સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આથી આગામી 22 મી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે તેમ પીઆઈ એમ.જે.ચૌધરી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...