ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની યાત્રા:ડીસાના નવાગામથી ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની યાત્રા અંબાજી જવા રવાના

ડીસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે અંબાજીમાં ધજા ચઢાવી શીશ નમાવશે

ડીસા તાલુકાના નવા ગામથી અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની યાત્રા નિકળી હતી. જે યાત્રા અંબાજી ખાતે પહોંચી 23 ગજની ધજા ચડાવી અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ વ્યૂરચના તૈયાર કરી હતી. ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી પહેલા જ ગુજરાતની બંને મોટી રાજકીય પાર્ટી માટે પડકારો શરૂ થઈ ગયા છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે ભાજપ અને કોંગ્રેસને પોતાના મુખ્યમંત્રીના ઉમેદવારો જાહેર કરવા ઉપરાંત ઠાકોર સમાજના જ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. જે અંતર્ગત ડીસા તાલુકાના નવા ગામથી ઠાકોર સમાજની યાત્રા નીકળી હતી.

આ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા. નવા ગામથી નીકળેલી ઠાકોર સમાજની યાત્રાનો ઠેરઠેર વિવિધ સમાજો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. યાત્રા અંબાજી ખાતે પહોંચી અંબાના ધામમાં ધજા ચડાવી આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને મજબૂત બનાવવા માટે વ્યૂહરચના બનાવી હતી. વર્ષ 2022 નું વર્ષ ચોક્કસ ચૂંટણીનું વર્ષ બની રહેવાનું છે પરંતુ ચૂંટણી ભલે 2022 ના અંતમાં યોજાય પરંતુ આખા વર્ષ દરમિયાન ગુજરાતના બંને મહત્વના રાજકીય પક્ષ એવા કોંગ્રેસ અને ભાજપ પોત પોતાની અંતિમ તૈયારીઓને ઓપ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...