ધમકી:ડીસાના માલગઢમાં પ્લોટ ખાલી કરવા મામલે મહિલાને ધમકી

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ ચાર શખ્સ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી

ડીસાના માલગઢમાં આવેલી નિશાળવાળી ઢાણી ખાતેના પ્લોટ ઉપર રહેતી મહિલાને ગામના જ ચારેક ઈસમો દ્વારા પ્લોટ ખાલી કરવા માટે ગાળો બોલી ધમકી આપી હતી. આ મામલે પીડિત મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ડીસાના માલગઢની નિશાળવાળી ઢાણી ખાતે રહેતા કૈલાસબેન પ્રકાશજી ઠાકોર ગત સોમવારની સવારે સરકારી દવાખાના નજીક આવેલા પોતાના પ્લોટ ઉપર હતા તે દરમિયાન ગામનો જ વિક્રમજી વરધાજી સાંખલા ત્યાં આવેલો અને કૈલાસબેનને 'તું અહીંયા કેમ આવી છે?' તેમ કહી જેમ તેમ ગાળો બોલવા લાગ્યો હતો.

જેથી કૈલાશબેન ઠાકોરે ગાળો બોલવાની ના પાડતા મકાનના દરવાજા તોડી સામાનની પણ તોડફોડ કરી રહ્યાં હતાં. જે દરમિયાન કૈલાશબેનના સગા કનુભાઈ પણ ત્યાં આવેલા અને તેમણે પણ તોડફોડની ના પાડવા છતાં પણ વિક્રમજીએ તોડફોડ ચાલુ રાખેલી અને તે દરમિયાન નજીકમાં રહેતા અન્ય સુનિલભાઈ મોટાજી ટાંક, હસમુખજી મોટાજી ટાંક અને કલ્પેશજી પનાજી માળી પણ ત્યાં દોડી આવેલા અને આ ચારેય જણા કૈલાશબેનના ઘરનો સામાન તોડ ફોડ કરીને કનુભાઈને ધોકા વડે માર મારવા લાગ્યાં હતા.

આ હુમલાના પગલે ગભરાઈ ગયેલા કૈલાશબેન એ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવેલા અને મારમાંથી છોડાવ્યા હતાં પરંતુ જતા જતા આ ઈસમોએ કૈલાશબેન અને તેમના સગાને પ્લોટ ખાલી કરવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે કૈલાશબેને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...