તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જુનાડીસામાં મને કેમ ઘર આપતા નથી કહી પુત્રનો માતા પર હુમલો

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસા તાલુકા પોલીસ મથકે પુત્ર સામે ફરિયાદ

ડીસા તાલુકાના જૂનાડીસા ખાતે દીકરાએ ઘર માટે પોતાની માતાને ગડદાપાટુનો માર મારતાં માતાએ પુત્ર વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જુનાડીસા ખાતે રહેતા હુરબાઈબેન હાજી હયાતખાન આજમખાન ચાવડા પોતાના ઘરે હતા તે સમયે તેમનો દીકરો મુસાભાઈ હાજી હયાતખાન આજમખાન હાથમાં તલવાર લઇ હુરબાઈબેનના ઘરે આવી કહેવા લાગેલ કે "તમે મને ઘર નામે કેમ કરી આપતાં નથી’ તેમ કહીં અપશબ્દો બોલવા લાગ્યા હતા.

આથી હુરબાઈબેનએ અપશબ્દો બોલવાની ના કહેતા તેમનો દીકરો મુસાભાઈ એકદમ ઉશ્કેરાઈ જઇ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જો કે, હુરબાઈબેનની દીકરી કુલસુમબેનએ દોડી આવી વચ્ચે પડી હુરબાઈબેનને વધુ મારમાંથી છોડાવ્યા હતાં. ત્યારબાદ મુસાભાઈ જતા જતા કહેતો ગયો કે હવે લાગ મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ અંગે હુરબાઈબેન ચાવડાએ તેમના દીકરા મુસાભાઈ હાજી હયાતખાન આજમખાન વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...