ફરિયાદ:આખોલમાં દરવાજો કેમ ખુલ્લો મુકો છો કહીં મહિલાના ઘર પર હુમલો

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘરમાં તોડફોડ કરનાર શખ્સ સામે ફરિયાદ

ડીસાના આખોલ ગામે ખેતરનો દરવાજો કેમ ખુલ્લો મૂકી દીધો છે તેમ કહીં મહિલાના ઘરે પહોંચી મકાનમાં તોડફોડ કરી હુમલો કરતા મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાના મોટી આખોલ ગામે આવેલ રેખાબેન વિઠલજી ઠાકોર પરિવાર સાથે રહે છે. ત્યારે બુધવારે સાંજના સુમારે પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા તેમના કાકા સસરાનો દીકરો દિનેશજી જગાજી ઠાકોર ત્યાં આવેલો અને કેમ અમારા ખેતરનો ઝાંપો ખુલ્લો મુકો છો ? તેમ કહીં અપશબ્દો બોલવા લાગ્યો હતો અને હાથમાં રાખેલ ધોકા વડે ઘરમાં રાખેલ ફ્રીજ, કાચ તોડી જતો રહ્યો હતો.

તેમજ બીજા દિવસે ફરી તેમના ઘરે આવી ભેંસો બાંધવાના તબેલાના પતરાં તોડી નાખ્યા હતા. જોકે તેણીનાં પતિએ પતરાં તોડવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગતા પરિવારના સભ્યોએ દિનેશજીને સમજાવી ઘરે મોકલી દીધા હતા. પરંતુ તે જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ બાબતે રેખાબેન ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે દિનેશજી જગાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...