તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીમો પકવવા કરાયેલી હત્યાનો કેસ:25 ડિસેમ્બરે હત્યાનો પ્લાન સફળ ના થયો, તો બીજા દિવસે ફરી પત્નીને ચાલતા લઈ જઈ કાસળ કાઢાવ્યું, હત્યારો પતિ 1 દિવસના રિમાન્ડ પર

ડીસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી લલિત અજબવાળી નતમસ્તકે ઊભો રહ્યો હતો - Divya Bhaskar
આરોપી લલિત અજબવાળી નતમસ્તકે ઊભો રહ્યો હતો
 • વિમાના 1.20 કરોડ માટે પતિએ મિત્ર સાથે મળી પત્નીનું કાસળ કઢાવ્યું
 • સાટામાં લગ્ન થતાં ન ગમતી પત્નીથી રોજિંદા કંકાસથી છુટકારો મેળવવા લલિતે મિત્ર કીર્તિને 2 લાખમાં સોપારી આપી

ડીસાના કાતિલ હત્યારા લલિત માળીએ વિમાના 120 કરોડ મેળવવા અને ન ગમતી પત્નીથી છૂટકારો મેળવવા મિત્રની મદદથી કાસળ કાઢી નાખ્યુ હતુ.પત્નીને મારવા 25 મી એ બનાવેલો પ્લાન સફળ ન થતાં બીજા દિવસે ઘટનાને અંજામ આપી અકસ્માતમાં ખપાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો.પોલીસે હત્યારા પતિ લલિત માળીની અટકાયત કરી લાખણી કોર્ટમાં રજુ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.લલિત નાની નાની વાતોમાં શંકા રાખતાં બંને વચ્ચે ઝઘડા થતાં પત્ની છુટકારો મેળવવા માગતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.પોલીસે પત્રકાર પરિષદમાં આ ચકચારી ઘટનાની માહિતી આપી હતી.

આ હાસ્ય હવે તસ્વીરમાં જ રહી ગયું
આ હાસ્ય હવે તસ્વીરમાં જ રહી ગયું

હત્યારા બે સંતાનનો પિતા છે
કાતિલ લલિતે પૈસાના મોહમાં બે સંતાનો પાસથી માતાની મમતા છીનવી લેતાં એકક્ષણનો પણ વિચાર ન કર્યો.માતા સાથે નિખાલસ હાસ્યા કરતી આ તસ્વીર હવે ફક્ત ફોટામાં જ જોવા મળશે.દક્ષાબેનના દસ વર્ષ ના લગ્ન જીવન દરમ્યાન એક પુત્ર અને પુત્રી અવતરી હતી. જો કે, મૃતક દક્ષાબેન માળીની પુત્ર આદિત્ય અને પુત્રી હિર સાથે ની તસ્વીર અંતિમ તસ્વીર બની હતી.

છેલ્લી સેલ્ફી, પતિ અંતર રાખતો હતો
છેલ્લી સેલ્ફી, પતિ અંતર રાખતો હતો

પ્લાન મુજબ પતિએ અંતર વધાર્યું
પ્લાન મુજબ લલિત કિર્તીને મોબાઈલ પર માહિતી આપતો હતો.તે પત્નીથી થોડું અંતર વધારતો જતો હતો.આશરે 80થી 100 મીટર જેટલું બંને વચ્ચે અંતર રહેતાં અને વાહનોની અવરજવર ઓછી થતાં જ પાછળથી કાર લઈને આવેલા કિર્તીએ દક્ષાબેનને જોરદાર ટક્કર મારતાં રોડ સાઈડે ફંગોળાઈ ગયેલા દક્ષાબેનનું મોત નીપજ્યું હતુ.પત્નીએ ઘટના અગાઉ પતિ સાથે સેલ્ફી લીધી હતી.

કારની ડિલિવરી લેવા કીર્તિ ગયો હતો
કારની ડિલિવરી લેવા કીર્તિ ગયો હતો

પત્નીની હત્યા માટે 2 લાખ સોપારી આપી
લલિત માળીએ મૃતક દક્ષાબેન માળીના નામે રૂપિયા 15 લાખ ઉપરાંતની કિંમતની ક્રેટા ગાડી ખરીદી કરી હતી જે ગાડી લેવા માટે લલિતના પરીવારનો એક પણ સભ્યન હતો. ગાડીની ડિલિવરી પણ કીર્તિ એ જ લીધી હતી. ​​​​​​​સાના સીએ લલિત માળીએ પત્નીના નામે મોટી રકમનો વિમો, ગાડી તેમજ મકાન ઉપર લોન લઇ પૈસા મેળવવા અને પ્રેમિકા ને પામવા માટે મિત્ર સાથે મળી અકસ્માતમાં મોત નિપજાવવા માટે કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. જે દરમ્યાન લલિત માળીએ રસ્તામાં અકસ્માતથી દક્ષાબેક્ષનું મોત નિપજાવવા માટે તેના મિત્ર કીર્તિ કાનાજી માળી (રાણપુર આ.વાસ) ને રૂપિયા બે લાખમાં સોપારી આપી હતી.

વાહનોની અવરજવર હોવાથી પહેલો પ્લાન અસફળ રહ્યો હતો
ગત તા. 25 ડીસેમ્બરના રોજ સીએ લલિત માળી અને તેમના પત્ની દક્ષાબેન માળી ડીસાથી પગપાળા ગેળા હનુમાનજી મંદિર જઇ રહ્યાં હતાં અને તે દિવસે જ દક્ષાબેન નું કાસળ કાઢવાની વાતચીત ફોન પર થઇ રહી હતી. પરંતુ સતત વાહનો ની અવરજવર રહેતાં પ્લાન નિષ્ફળ નિવડતા ગોઢા રેલવે ફાટકથી પતિ-પત્ની ગાડી લઇ પરત ફર્યા હતા. જયારે તા. 26 ડિસેમ્બરના વહેલી સવારે નિકળી ગયા અને તેઓના પ્લાન મુજબ તેઓએ દક્ષાબેનને સ્વીફટ કારનો ચાલક દક્ષાબેનને ટકકર મારી મોતને ઘાટ ઉતારી પલાયન થઇ ગયો હતો. જો કે, મૃતક દક્ષાબેનના નામે છ માસ અગાઉ 60 (આકસ્મિક મોતમાં 1.20 કરોડના વળતર સાથે) લાખનો વીમો લેવામાં આવ્યો હતો અને રૂ 17 લાખ ઉપરાંતની કિંમતની ક્રેટા ગાડી મૃતકના નામે લાવીને મિત્ર ને આપી હતી.

પોલીસે કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
​​​​​​​​​​​​​​
જે અંગે પોલીસને શંકા જતા ભીલડી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને CA લલિત માળીની કડક પૂછપરછ કરતા આખરે તેણે તેની પત્ની અકસ્માતનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેના મિત્ર ને રૂ 2 લાખ આપી સ્વીફ્ટ કારથી ટક્કર મારવાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન મુજબ CA લલિત માળી ડીસાથી ગેળા જતાં કાપરા પાસે લલિત તેની પત્નીથી દુર ચાલી રહ્યો હતી તે સમયે તેના મિત્ર દક્ષાબેનને ટક્કર મારી નાસી છૂટ્યો હતો અને બાદમાં CA લલિત માળી એ ડીસા 108 ને ફોન કરી બોલાવેલ અને જે અકસ્માત કરવા સોપારી આપી હતી.

આરોપીઓની હાજરી ઘટના સ્થળ પર હતી
અકસ્માત પહેલા પત્નીના નામે એલઆઇસીનો 1.20 કરોડના આકસ્મિક વળતરવાળો 60 લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હતો અને 17 લાખની કાર પણ તેની પત્નીના નામે લીધી હતી અને તે કાર પણ તેના મિત્રને ચલાવવા માટે આપી દીધી હતી જે તમામ બાબતો જોતા પોલીસને શંકા ગઈ હતી અને તપાસમાં અકસ્માત પહેલા તેના મિત્ર સાથે થયેલી વારંવાર વાતચીતના આધારે તપાસ દરમ્યાન આરોપીઓની હાજરી ત્યાં હતી તેમ દિયોદર ડીવાયએસપી પી.એચ.ચૌધરી એ જણાવ્યું હતું.

લલિત માળીને અન્ય યુવતીઓ સાથે અફેર હોવાની ચર્ચા
માળી સમાજને કલંકિત કરનાર સીએ લલિત માળીના નાની ઉમરમાં જ લગ્ન થયા હતાં અને પત્ની સાથે પણ મનમેળ ન હોવાથી તે અનેક યુવતીઓ સાથે અફેર રાખતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

છ મહિના પહેલા પ્લાન બનાવ્યો હતો
મિત્ર સાથે વહેલી સવારે વારંવાર વાતોએ શંકા ઉપજાવી અને આરોપીને ઉઠાવ્યો હતો.જ્યારે અટકાયત કરી ત્યારે બહુ જ ગભરાઈ ગયો હતો. લગભગ એક કલાક બાદ એણે ગુનો કબૂલી લીધો હતો. એનું વર્તન અન્ય આરોપીઓ કરતાં સાવ જુદું છે તે સતત વિચારોમાં ખોવાયેલો રહે છે. છ મહિના પહેલા પ્લાન બનાવ્યો હતો.છે. - એ.બી.શાહ , પીએસઆઈ,ભીલડી

ડીસાથી આવ્યા બાદ કાર ગોઢા ફાટકે મુકી દંપતી ચાલતા ચાલતા ગેળા જતા હતા
લલિત અને તેમની પત્ની 26 મી ડિસેમ્બરે સવારે 5 કલાકે ફરી દક્ષાબેન ડીસાથી કાર લઈને ગોઢા આવી ફાટકે કાર મુકી બંને ચાલતા ગેળા જવા નીકળ્યા હતા.અને પ્લાન મુજબ લલિતે કિર્તીને મોબાઈલ પર માહિતી આપતો હતો.પોલીસ સમક્ષ કરેલી કબુલાત મુજબ તે પત્નીથી થોડું અંતર વધારતો જતો હતો.આશરે 80 થી 100 મીટર જેટલું બંને વચ્ચે અંતર રહેતાં પાછળથી કાર લઈને આવેલા કિર્તીએ દક્ષાબેનને જોરદાર ટક્કર મારતાં મોત નીપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો