તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ડીસા જુના બસ સ્ટેન્ડ પાસે ગટરના કામમાં પાણીની પાઇપ તૂટી જતાં પાણીનો વેડફાટ

ડીસા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકામાં બે દિવસથી રજૂઆત કરવા છતાં રિપેરીગ ન કરતા સ્થાનિકોમાં રોષ

ડીસા શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઇપલાઇન તૂટતા દુકાનદારો અને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

ડીસા શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિરની સામે છેલ્લા અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું ખોદકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ગુરુવારે પાણીની પાઇપ લાઈન તૂટી જતા ખાડામાં પાણીનો ભરાવો થતા માટી પોલાણ થતા દુકાનો પાયામાંથી ધરાસાયી થવાની દુકાનદારોમાં ભીતિ સેવાઇ રહી છે. નગરપાલિકામાં બે દિવસથી રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણીની લાઈનનું રિપેરીગ ન કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવામાં મળ્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટને રીપેરીંગ કામ કરવા માટે કહેતા કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોને તેમજ દુકાનદારોનું ન સાંભળતા કોન્ટ્રાક્ટર તેમજ દુકાનદાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પાણી બાજુમાં આવેલ બેકરીકુવા વિસ્તારમાં જતાં પાણીની રેલમછેલ થતાં તે વિસ્તારના રહીશોના ઘરની આગળ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેથી સ્થાનિક રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તાત્કાલિક કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો