રજૂઆત:રાણપુરના ખેડૂતોએ ખેતરમાં મીટરને લઈને પડતી તકલીફોને લઇ UGVCL કચેરીએ રજૂઆત કરી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલીકવાર લાઈટ કાપના કારણે ખેડૂતોને નુકસાની વેઠવામાં આવે છે

ડીસા સહિત સમગ્ર જિલ્લામાં મીટર હટાવો, ખેડૂત બચાવો કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ સોમવારે પોતાના ગામમાં આવેલ યુજીવીસીએલ ઓફિસ ખાતે પોતાના ખેતરમાંથી મીટર હટાવવા રજૂઆત કરવામાં આવી હતી. રાણપુર ગામના ખેડૂતોએ પણ રિજમેન્ટ ખાતે આવેલ યુજીવીસીએલની ઓફિસ ખાતે ખેડૂતો એકત્રિત થયા હતા. જે બાદ તમામ ખેડૂતોએ પોતાના નામથી પોતાના ખેતરમાં મીટર હટાવવા માટે રજૂઆત કરી હતી.

ખેડૂતોનું માનવું છે કે પોતાના ખેતરમાં લગાવવામાં આવે મીટરના કારણે કેટલીકવાર લાઈટ કાપના કારણે ખેડૂતોને નુકસાની વેઠવામાં આવે છે, તો બીજી તરફ વારંવાર લાઈટ કાપના કારણે ખેડૂતોના પાક પણ પાણી વગર બળી રહ્યા છે. જેના કારણે ના છુટકે ખેડૂતોને મીટર ના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે આ તમામ મુશ્કેલીઓને કાયમી નિકાલ માટે ડીસાના રાણપુર ગામના ખેડૂતોએ યુજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...