તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડીસાના કૂચાવાડા નજીક બે બળદને ડાલામાં લઈ જતાં 2 શખ્સો ઝડપાયા

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા તાલુકા પોલીસે બે શખ્સો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ડીસા તાલુકાના કુચાવાડા ટોલટેક્ષ પાસેથી ગુરુવારે મધરાત્રે પીકઅપ ડાલામાંથી પરમીટ વગર બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જતાં જીવદયા પ્રેમીઓએ બે શખ્સો ઝડપી ડીસા પોલીસ સ્ટેશને લઇ જઇ ગુનો દાખલ કરાવ્યો હતો. દાંતીવાડાના ગૌરક્ષક હિમાલયકુમાર માલોસણીયા પોતાના મિત્રો સાથે ગુરુવારે મોડીરાત્રે કુચાવાડા ટોલટેક્ષ પાસે ઉભા હતા.

આ દરમિયાન પાંથાવાડા તરફથી એક પીકઅપ ડાલાને રોકાવી તલાસી લેતાં બે બળદો ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં તમેજ ઘાસચારાની કે પાણીની વ્યવસ્થા ન કરી હોવાથી બંને શખ્સો પાસે બળદોને લઇ જવાનું પાસ પરમીટ પણ ન હોવાથી બંનેને પોલીસ મથકે લઇ ગયા બાદ તેમની સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જેથી તાલુકા પોલીસ ડાલા સાથે દિનેશ વિહાજી ઠાકોર અને કાળુભાઇ લુહાર વિરુદ્ધ પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...