તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-5 માં સોસાયટી વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ જોવા મળી રહી છે પરંતુ કેટલાંક મધ્યમ અને શ્રમજીવી વિસ્તારના લોકો ગંદકીના પ્રશ્નને લઇ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ડીસાના ચંદ્રલોક રોડ વિસ્તારમાં પણ ભૂગર્ભ ગટરની કામગીરીને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંબિકાનગર નગરમાં અન્ય સોસાયટીઓની ગટરનું ગંદુ પાણી વહે છે. જેથી ખુલ્લી ગટરના લીધે મચ્છરોના ઉપદ્રવના લીધે રોગચાળાની ભિતી સેવાઇ રહી છે.
લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બિરાજમાન શ્રી પીપળાવાળા ગણપતિ દાદાના મંદિર ખાતે અવારનવાર ધાર્મિક પ્રસંગ ઉજવાય છે પરંતુ ખુલ્લી ગટર તેમજ ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ઉપરાંત મુખ્ય રસ્તા પરથી પસાર થતી ગટરનો સ્લેબ તુટી ગયો છે. જેથી અનેકવાર લોકો ગટરમાં ખાબકી રહ્યાં છે. જયારે રાયકાનગરથી પસાર થતી 10 ફુટ જેટલી મોટી ગટર ટેલીફોન એક્ષચેન્જ પાછળ ખુલ્લી છે અને કાદવ કચરાથી ભરાઇ ગઇ છે.
પરંતુ સાફસફાઇના અભાવે માત્ર બે ફુટ જેટલી જ ખાલી છે. સંત અન્ના હાઇસ્કુલ પાસે આવેલ સ્લમ વિસ્તારના લોકો મતદાન કરે છે પરંતુ સુવિધાના નામે કંઇ જ મળ્યું નથી. સ્થાનિક લોકો તો કાચા રસ્તા અને ખુલ્લી ગટરની સમસ્યા થી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.
અમારી રજૂઆત કોઇ સાંભળતું નથી
અંબિકાનગરના શૈલેષભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે ‘અંબિકાનગર વિસ્તારમાં વર્ષોથી ખુલ્લી ગટર ચાલી રહી છે તેમજ રસ્તા પરનો સ્લેબ તુટી ગયો હોવાથી સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો અને અબોલ પશુઓ પણ અવારનવાર ગટરના ગંદા પાણીમાં પડે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત કોઇ સાંભળતું નથી.’
ગટરમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે
ડીસાના ટેલીફોન એક્ષચેન્જ પાછળ 10 ફુટ ઉડી મોટી ખુલ્લી ગટર પસાર થાય છે. ગટરમાં સાફસફાઇ ન થતાં કાદવ ભરાઇ જવાથી પુરાઇ રહી છે તેમજ ખુલ્લી ગટર હોવાથી ઉનાળાની ગરમીમાં અસહ્ય દુર્ગંધના કારણે ઘરમાં રહેવું પણ દુષ્કર બની રહ્યું છે તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
વોર્ડ નંબર 5ના વિસ્તાર
ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-5 માં સિંધી કોલોની, પોસ્ટ ઓફિસ વિસ્તાર, રાયકા નગર, લચ્છાજીની ચાલી, લક્ષ્મીનારાયણ સોસાયટી, અંબિકાનગર, શાસ્ત્રીનગર, પટેલ સોસાયટી, ગોલ્ડન પાર્ક, નવરંગ પાર્ક, એન.આર પાર્ક, અંબિકા ચોક, ચંદ્રલોક સોસાયટી અને અંબિકાનગર સહિતના વિસ્તાર નો સમાવેશ થાય છે.
ગરીબ, મધ્યમ અને શ્રમજીવી પરીવારોના વિસ્તારમાં પુરતું ધ્યાન ન આપ્યાનો આક્ષેપ
આમ, ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીનો મત વિસ્તાર હોવા છતાં સોસાયટી વિસ્તારમાં ખુબ જ સારા કામ કરવામાં આવ્યાં છે અને ગરીબ, મધ્યમ અને શ્રમજીવી પરીવારો વસવાટ કરતાં હોય તેવા વિસ્તારમાં પુરતું ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપ ઉઠી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.