તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:થેરવાડા નજીક ટ્રિપલ અકસ્માત, બે ગાડી ચાલકે બાઇકચાલકને અડફેટે લેતાં મોત

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા ખાતે સારવાર અર્થે લઇ જતાં રસ્તામાં જ મોત નીપજ્યું

ડીસા તાલુકાના થેરવાડા-વિઠોદર રોડ ઉપર રવિવારે સવારે બે કાર સવારે બાઇક ચાલકને અડફેટે લેતાં વિરૂણાના ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જતાં રસ્તામાં જ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. ડીસા તાલુકાના વિરૂણા ગામના અરજણભાઇ હરદાસભાઇ પ્રજાપતિ (ઉં.વ.50) રવિવારે સવારે દસેક વાગ્યાના સમયે પોતાના જીજે-08-બીડી-6865 નંબરના મોટર સાયકલ પર થેરવાડાથી ખાતર લઇ વિરૂણા તરફ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન થેરવાડા-વિઠોદર રોડ પર સામસામે આવી રહેલી કાર ચાલકોએ મોટર સાયકલને અડફેટે લેતાં અરજણભાઇ પ્રજાપતિ રોડની સાઇડમાં 20 ફુટ દૂર ફંગોળાઈ ગયા હતાં. જેથી તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં. ગંભીર રીતે ઘવાયેલા અરજણભાઇ પ્રજાપતિને ડીસા સારવાર અર્થે લઇ જતાં રસ્તામાં જ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

વિરૂણા ગામના અને કુચાવાડા સીઆરસી તરીકે ફરજ બજાવતા બિજોલભાઇ દેસાઇને અકસ્માતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક પોતાની ગાડી લઇ અરજણભાઇને ડીસા હોસ્પિટલ લઇ જતાં રસ્તામાં જ તેઓનું મોત નિપજ્યું હતું. જો કે, શિક્ષક બિજોલભાઇની માનવતાવાદી કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...