શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન:રાજસ્થાનની તબિબના આપઘાત કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે શ્રદ્ધાંજલિ

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • IMA ડીસા દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ

રાજસ્થાનમાં મહિલા તબીબે કરેલી આત્મહત્યાના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. ત્યારે રવિવારે આઈએમએ ડીસા દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજી સ્વર્ગસ્થ મહિલા તબીબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં રાજસ્થાનમાં આત્મહત્યા કરનાર ડો.અર્ચના શર્મા આત્મહત્યા કેસ મામલે ડીસાના ગાયત્રી મંદિર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સદગત ડો.અર્ચનાબેન શર્માને ડીસાના તબીબોએ ઉપસ્થિત રહીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સ્થાનિક તબીબોએ ડો.અર્ચનાબેન શર્મા દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. ડીસાના તબીબો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડો.અર્ચનાબેન દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાની ઊંડી તપાસ કરીને કસૂરવાર સામે પગલાં લેવાની માંગ કરી હતી.

આ અંગે આઈએમએ ડીસાના સભ્યોએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર દેશમાં તબીબો દર્દીઓને બચાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે ત્યારે આવા સમયે વારંવાર બનતી ડોકટરો સાથેની ઘટનાઓને લઈ સરકાર દ્વારા પણ ડોક્ટરોની સુરક્ષા માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ. જેથી આવનારા સમયમાં અન્ય કોઇ ડોક્ટર આવી ઘટનાનો ભોગ ન બને.